Posted by: bazmewafa | 05/19/2009

ગઝલ*સમંદર હોય તેથી શું?— તથાગત પટેલ

સમંદર હોય તેથી શું?— તથાગત પટેલ

સમંદર હોય તેથી શું? પલળવાનું નથી ગમતું
ડબામાં બંધ સિક્કો છું ખખડવાનું નથી ગમતું

ગમે ત્યારે અગન લાગે અને સપડાય તન એમજ
કશું બાકી રહે એવું સળગવાનું નથી ગમતું

તડપનો આગવો માહોલ મનમાં જાળવું છું હું
ગમે તેને વચાળેથી તરસવાનું નથી ગમતું

ઉપરવાળો અચાનક ત્રાટકે કોઈ બહાને પણ
રહ્યું જે ભીતરી થાનક બદલવાનું નથી ગમતું

મને તો ખ્યાલ છે કે હું અને તું માં બધું આવે
હવે આથી વધારે કૈં સમજવાનું નથી ગમતું


Responses

  1. very true!!!!


Leave a response

Your response:

Categories