Posted by: bazmewafa | 05/15/2009

ચોખાના દાણા પર ગીતાના શ્લોક- ભગવતી કુમાર શર્મા

ચોખાના દાણા પર ગીતાના શ્લોક- ભગવતી કુમાર શર્મા

ગુલ’ કંઈ અલગ
સર્જન કરો

Gul_0001[1]

Gul_0002a

Gul_0002B

Gul_0003

અહમદ ‘ગુલ’ ની ગુલ પાંખડીઓ 

ટૂકી બહેરની ગઝલો

1

છકેલી આંખ

 

છકેલી આંખ

ગમેલી આંખ

ઝરણ થઈને

વહેલી આંખ

પ્રતીક્ષામાં

ડૂબેલી આંખ

મિલન ટાણે

ઝુકેલી આંખ

મને નિરખી

ઢળેલી આંખ

 સદા કાતિલ

બનેલી આંખ

 છબી થઈને

મઢેલી આંખ

2

તણયો છું

 

 તણયો છું

હણાયો છું

 આ દ્રશ્યોથી

ડઘાયો છું

 નયન નમણે

ઘવાયો છું

વતનમાં પણ

પરાયો છું

 બહાનાસર

ભુલાયો છું

જગે ઉન્નત

ગણાયો છું

હું શબ્દમાં

સમાયો છું

 

3

મઝાનું ઘર

 

 મઝાનું ઘર

સુહાનું ઘર

થયું પડતર

વફાનું ઘર

 બદન છે કે

દવાનું ઘર

 તને જોવા

દીવાનું ઘર

ઝૂરે તારા

વિનાનું ઘર

જગે છોડી

જવાનું ઘર


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers