કોઈ તો દીવો હવે ઝાંખો કરે—મનોજ ખંડેરિયા.
મૌનમાં જો તું સદા વાસો કરે.
તો પ્રતીક્ષા ક્યાં સુધી શબ્દો ધરે.
સૂર્ય મારા લોહીમાં ઓગાળી ને,
કોણ અમારી રગે રગે તડકો કરે.
સ્પષ્ટતાની ઓ સવરો, મ્હોરજો,
કોઈ તમને જોઈને રસ્તો કરે.
વસ્ત્ર જેવા આ સમયમાં સળ પડી,
કોણ એ સંકેલીને સરખો કરે
ઊંઘ ઘેરાતી થઈ છે આંખમાં,
કોઈ તો દીવો હવે ઝાંખો કરે..
(અટકળ-270)
ઊંઘ ઘેરાતી થઈ છે આંખમાં,
કોઈ તો દીવો હવે ઝાંખો કરે..
અદભુત!
By: razia on 05/03/2009
at 9:30 AM