સ્મિત રેલાય છે, કેશ વિખરાય છે,
હોંશિયાળ , એ હૃદય જાળ પથરાય છે.
ગઝલ: વાળ ગું ચવાય છે—અંજુમ વાલોડી
આંખ મીંચાય છે.
ભેદ સમજાય છે.
જામ ઉઠાવું છું હું,
દિલ વલોવાય છે.
આંસુ થઈ આખમાં,
દર્દ મલકાય છે.
લાવ પાલવ જરા,
આંખ ભીંજાય છે.
હું રડુંછું અગર,
તું વગોવાય છે.
કોન રહેશે અજળ?
રંગ રોળાય છે.
દિલની ધડકન ઉપર,
ગીત સરજાય છે.
ઝાંઝવાં જોઈને,
આંખ ભરમાય છે.
કાંસકી જોઈને,
વાળ ગુંચવાય છે.
ગીત ‘અંજુમ’ ન ગા,
મિત્ર અકળાય છે.
(અજંપોત્સવ-6)
દિલની ધદકન ઉપર,
ગીત સરજાય છે.
Nice gazal wafa…kem chho ?
By: Dilip Gajjar on 04/30/2009
at 8:20 AM