સમજાય છે–દિનેશ કાનાણી
સાફ સીધોને સરળ ઉપાય છે
આંખ મીંચો તો બધું સમજાય છે
છે હૃદયમાં એટલું તોફાન કે
આજ દરિયો આંખમાં છલકાય છે.
હા !બધું સંધાય છે એ સાચું પણ
ક્યાં તૂટેલું મન ફરી સંધાય છે?
પૂછવાનું મન ઘણુંયે થાય પણ
કેમ છો બસ એટલું બોલાય છે..
છે લખેલું તો ઘણું યે આસ પાસ
આપણાથી ક્યાં કશું વંચાય છે..
આપના પ્રતિભાવ