સમસ્યા કશી નથી—‘રાઝ’નવસારવી
ખોટા ન કર વિચાર સમસ્યા કશી નથી.
ખુલ્લાં છે મારા દ્વાર ,સમસ્યા કશી નથી
માનું છું જે દિવસથી કે સૌથી સુખી છું હું,
દુ:ખ થઈ ગયાં ફરાર સમસ્યા કશી નથી.
લોકો અમારા પ્રેમ વિષે બદગુમાન છે,
ઝીણી છે એક દરાર. સમસ્યા કશી નથી
માહોલ જોઈને તને વિશ્વાસ આવશે,
તું આવ એક વાર સમસ્યા કશી નથી.
જીવું છું રાઝ મસ્ત કલંદરની જેમ હું,
શું સાંજ શું સવાર, સમસ્યા કશી નથી.
આપના પ્રતિભાવ