પ્રવાસ ચાલે છે—એસ.એસ.રાહી
હું ફળિયે બેઠો છું ,કિંતુ પ્રવાસ ચાલે છે.
હું તૃપત છું પછી શાની પ્યાસ ચાલે છે.
જે થાય છે એ અલૌકિક કૃપા છે બસ એની,
પ્રભુની પાંસે તો કોનો પ્રયાસ ચાલે છે?
તમે આ કિસ્સાને શંકાનો લાભ ના આપો,
ડૂબેલા શખ્સમાં બે-ચાર સ્વસ ચાલે છે.
ને એટલે તો બગીચામાં ભીડ જામી છે,
ભલે ખરી ગયાં ફૂલો , સ્વાસ ચાલે છે.
આપના પ્રતિભાવ