આ મુઠ્ઠીભર માટી—–અલ્લામાં મુહમ્મદ ઇકબાલ
આ મુઠ્ઠીભર માટી ,માણસને કેવી દીવાનગી મળી છે.
પરંતુ,ના અંતર ભીતરમાં જે પ્રકાશ થઈ રહ્યો છે
એ પણ એની એ દીવાનગીના પ્રતાપેજ !
આ તે કેવી દીવાનગી કે એના વિયોગ ઝૂરી ઝૂરીને
રુદન પણ કરે છે.અને તે સાથે જ એ વિયોગને કારણે
પ્રફુલ્લિત પણ રહે છે.!
વિયોગે તેને એટલોતો દ્રષ્ટિવાન બનાવી દીધો છે કે
પોતાની સંધ્યાને પોતાની ઉષા બનાવી શકે છે.
તેણે ખુદીને દાઝની કસોટીએ ચઢાવી ,
તેણે પુરાણા શોકને હર્ષનું યૌવન બક્ષ્યું.
અશ્રુભીની આંખોમાંથી મોતીની સેર વરસી રહી છે.
શોકનાં વૃક્ષ પર મીઠાં ફલો ઝૂલતા હતાં.
ખુદીને ખોળો ગૂંગળાવવી
એ નાશને અમરતા સાથે જાણે સફ બ સફ હારો હાર કરવા સમાન છે.
પ્રેમ , ઉચ્ચ મુકામો,અભિલાષાને ગાંઠે બાંધવી તે પ્રેમ,
અંતિમતાને ઓળંગી વટાવી જવું,પસાર થઈ જવું તે.
પ્રેમને માટે લગની હોતી નથી,
તેનો ઉષા ઉદય સધ્યાને ઓળખતો નથી.
તેનાથી તે અપરિચિત,અજાણ્યો છે.
તેની વસંતમાં બુધ્ધિ જેવા વાંક વળ હોય છે.
તેની એક પળનો ચમકાર એક દુનિયા જેવો હોય છે.
હજારો વિશ્વ અમારા માર્ગમાં પડ્યા છે.
અમારાં ક્રીડાંગણો અમે કેવી રીતે પાર ઊતરી શકીએ?.
(ઝબૂરે અઝમ-ડૉ.ઇકબાલના ફારસી કાવ્યનો ગુજરાતીમાં અનુવાદ.અનુવાદક—આચાર્ય મસ્ત મંગેરા)
આપના પ્રતિભાવ