મથામણ કરું છું—તુરાબ હમદમ
પ્રથમ મારી જાતે મથામણ કરું છું.
પછી હું ખુદાને ભલામણ કરું છું.
શું આવ્યા લઈને, ને શું લઈ જવું છે?
સમસ્યાનું આમજ નિવારણ કરું છું.
ઘણી વાર ઊંડાણમાં હું સરી જઈ,
જીવનની સમીક્ષા ને તારણ કરું છું.
સમય અનવરત દોસતો હોય છે,
ચરણની હું ચિંતા અકારણ કરું છું.
મને તો ભરોસો છે મારા ઉપર બસ,
હું જાતેજ ઉભું ઉદાહરણ કરું છું.
ચહેરા ઉપર કંઈક ચહેરા દીસે છે,
ફકત એક ચહેરો ધારણ કરું છું.
‘હમદમ’ કવિતાની સંગ જીવવું છે,
શબ્દોની સાથે મથામણ કરું છું.
આપના પ્રતિભાવ