પથ્થર ન થઈ શક્યું—સાબિર અલી ‘સાબિર’
ચાહ્યું હતું એ જીવનનું ઘડતર ન થઈ શક્યું
એક ઋણ હતું રણમાં સરોવર થઈ ન થઈ શક્યું
હરદમ ગુલાબો છાબ ભરી વેચતો રહ્યો
માળીથી તાજા ફૂલનું અત્તર ન થઈ શક્યું
દિલને હજારો વાર દબાવ્યું છતાં જુઓ
આ મીણ એનું એજ છે પથ્થર ન થઈ શક્યું
ખંડેઅ દેખી આશના કંઈ કાફલા રડ્યા
તૂટેલ આ મિનારનું ચણતર ન થઈ શક્યું
હરણાની પ્યાસ સદાની છીપી ગઈ
શું ઝાંઝવાથી કાર્ય મનોહર ન થઈ શક્યું
પૂછી મને મનસ્વી પ્રયણની કથાસુણો
મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું
‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ
આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું
ચાહ્યું હતું એ જીવનનું ઘડતર ન થઈ શક્યું
એક ઋણ હતું રણમાં સરોવર થઈ ન થઈ શક્યું
Very powerful matla and gazal… wah Muhammadali wafa and Sabir.
By: Dilip Gajjar on 04/21/2009
at 11:16 PM
nice
By: dhiren on 04/28/2009
at 10:14 AM