કવિતાના વિચારમાં વિશ્વ વ્યાપી તત્વ—શેખાદમ આબુવાલા
અર્થો અને વ્યાખ્યાઓનું જંગલ એટલું ગીચ થઈ ગયું છે કે ઘણી વાર શબ્દો ભૂલા પડેલા બાળકની જેમ ખોવાય જાય છે.
પ્રેમ એટલે શું?
કવિતા એટલે શું?
આવા પ્રશ્નોનાના ઉત્તર ઢગલાબંધ હોય છે.એીના અર્થ અને વ્યાખ્યાઓની જેમ.
એક ભાષામાંથી બીજી ભાષામાં ઉતરતી વખતે કવિતા કાં પોતાનો મૂળ રંગ ખોઈ બેસે છે,કાં પોતાની ચમક વધારી દે છે.એનો આધાર ભાષાંતર કરનાર ઉપર હોય છે.
તેમ છતાં કવિતામાં આગવો અને મૌલિક વિચાર હોય છે,તે પર ભાષામાં પણ સચવાઈ રહે છે.
ભાષા કમજોર હોવા છતાં પણ ,તેમાં શરત એટલીજ કે કવિતાના વિચારમાં વિશ્વા વ્યાપી તત્વ હોવું જોઈએ.
આ સબંધમાં એક દાખલો યાદ આવે છે.
વરસો પહેલાં કોઈ કવિ મિત્ર મને એક મરાઠી કાવ્ય(જોકે ગુજરાતીમાં)સંભળાવ્યું હતું.તેની વિગતમાં ફેરફાર જેવું થઈ ગયો હોવાં છતાંતેનો કવિત્વમય વિચાર હું હજી પણ ગમે તે દેશમાં (અંગ્રેજી કે જર્મનીમાં)રજૂ કરું ત્યારે એ (તેમાંથી વળી ફ્રેંચ,ગ્રીક,રશિયન,ચીની કે બીજી કોઈ ભાષામાં અનુદિત થયા પછી પણ)અસર કરી જવાની.કાવ્યનો ભાવ લગભગ આ પ્રકારનો હતો.
પ્રેમિકાએ પ્રેમીને પૂછ્યું:
’સૂર્ય અસ્ત થાય છે પશ્ચિમ ક્ષિતિજે
છતાં
પૂર્વની ક્ષિતિજે લાલી કેમ?
પ્રેમીએ (ઉત્તરમાં)
પ્રેમિકાના ડાબા ગાલે
ચુંબન ચોડ્યું
અને….
જમણો ગાલ પણ (લજ્જાથી)
લાલ થઈ ગયો.
(જમાલપુરથી જર્મની-106)
આપના પ્રતિભાવ