શૂન્યની સૃષ્ટિ*****5
દૂધને માટે રોતા બાળક—શૂન્યપાલનપુરી
ગઝલ સમ્રાટ શ્રી શયદા વર્ણવે છે કે ભાઈ શૂન્યની આ નઝમ દર્દ ભર્યા અવાજમાં સાંભળી ઘણી સ્ત્રીઓને મેં પોક મૂકી રડતાં જોઈ છે.
(દૂધને માટે વલખા મારતા પોતાના બાળકને જોઈ મજૂર માતાને થતી વેદનાનું શબ્દ ચિત્ર)
દૂધને માટે રોતા બાળક !
રો તારી તકદીરને રો !
એ ઘરમાં તું જન્મ્યું શાને?
જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ,વ્યથા,પરિતાપ ફરજ છે,
ગમ,અશ્રુ,નિશ્વાસ ફરજ છે
દૂધને માટે રોતા બાળક !
રો તારી તકદીરને રો !
તયાં જન્મત તો પુષ્પ- હિંડોળે
નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે,ગાડી મળતે
નર્સનાં લાલન પાલન હોત
સોના રૂપાના ચમચાથી
દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ
તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે
જન્મ તેં લીધો આ ઘરમાં
ફેર નથી જે ઘરના
ઇંસાન અને જડ પત્થરમાં
હાડને ચામના ખોખામાં તુ
દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી દેખી
રોઈને અશ્રુ સારે છે
આ ઘરની આ રીત પુરાણી
આદિથી નિર્માઈ છે
મહેનત નિષ્ફળ જાય છે
નિષ્ફળ જવાને સર્જાય છે
વ્યર્થ રડીને ખાલી તારો
અશ્રુનો ભંડાર ન કર
મોંઘા મૂલાં એ મોતીનો
દુરુપયોગ લગાર ન કર
તન તોડીને જાત ઘસીને
પેટ અવર ભરવાના છે
શ્રમ પરસેવે રકત નીતારી
મ્હેલ ઉભા કરવાના છે
એના બદલે મળશે ખાવા
ગમ ને પીવા આંસુડા
લાગશે એવા કપળા કાળે
અમૃત સરખાં આંસુડાં
ભૂખ્યા પેટ ને નગ્ન શરીરો
એ તો છે દસ્તૂર અહીં
ચેન અને આરામ રહે છે
સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી એવી
અગણિત વતો મળવાની
ભૂખના દા’ડા મળવાના
પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે
દર્દ,વ્યથા,પરિતાપ ફરજ છે
ગમ,અશ્રુ,નિશ્વાસ ફરજ છે
આ ઘરમાં તું જન્મ્યું શાને?
દૂધને માટે રોતા બાળક !
રો તારી તકદીરને રો !
અદ્ભૂત નઝ્મ …
કેટલું ભીષણ ચિત્ર ખડું થાય છે !! સ્ત્રીઓ શું પુરુષોયે રોઈ પડે એવાં શબ્દો…
thanks for sharing….
By: કુણાલ on 04/08/2009
at 4:06 PM
mane ej samjatu nathi ke sane aawu thai chhe phoolda doobi jata ne paththaro tari jay chhe chhe garibo na kuba ma tel tipuye dohyelu ne shree manto ni kabar per ghee na diva thai chhe
By: aziz manubari on 04/12/2009
at 3:58 AM