Posted by: bazmewafa | 04/06/2009

ગઝલ**વસવાની પણ જરૂરત છે—શૂન્ય પાલનપુરી,શૂન્યની સૃષ્ટિ**2

શૂન્યની સૃષ્ટિ**2

 

વસવાની પણ જરૂરત છેશૂન્ય પાલનપુરી

 

 

વિપદના પથ્થરે ઘસવાની પણ જરૂરત છે

જીવન સુવર્નને કસવાની પણ જરૂરત છે.

 

અગર થવું છે હૃદયને કથીરથી કંચન

કોઈની આંખમાં વસવાની પણ જરૂરત છે

 

 

જગતના હૈયે વસી જાય રૂપ કાદવનું

કમળને એમ વિકસવાની પણ જરૂરત છે

 

 

ભૂલાવી દેવી ઘટે ખો,એ મિત્ર્-દ્રોહીની

બગલના સર્પને ડસવાની પણ જરૂરત છે

 

 

ન પાણી જાય દુ:ખોમાં હૃદયના સંયમનું !

રુદન પ્રસંગને હસવાની પણ જરૂરત છે

 

 

પ્રગટ થવાને તરસતું  હશે કોઈ ઝમઝમ*

તરસથી એડીઓ ઘસવાની પણ જરૂરત છે

 

ન થઈ શકેછે હાર એ વિના કિનારાની

વમળને નાવને ઘસવાની પણ પણ જરૂરત છે

 

 

ફરે ના આવવ પામે એ શૂન્યની તોલે

જરાક મેરુને ખસવાની પણ જરૂરત છે

 

ઝમઝમ:હજરત ઈબ્રાહીમ (અલૈ.)પયગંબરના પુત્ર ઈસ્માઈલે બાલ્ય અવસ્થામાં તરસથી એડીઓ ઘસતાં ધગ ધગતા રણમાં ઝમઝમનું ઝરણું ફૂટ્યું હતું.તેની પાંસે પવિત્ર મક્કા શહેર વસ્યું.ઝમઝ્મનું જળ(જે અત્યંત શુધ્ધ અવસ્થામાં પ્રાપ્ય છે).એ મુસ્લિમો ને મન ગંગાજળ જેટલું પવિત્ર છે.

 

 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers