શૂન્યની સૃષ્ટિ***3
જાન ચાલી છે-‘શૂન્ય‘પાલનપુરી
(સ્વજનનાં મૃત્યુ પ્રસંગે લખાયેલી ગઝલ)
થયાં છે લોક ભેગા કેમ ?આ શાની ખ્ઉશાલી છે ?
કોઈનો જાન ચાલ્યો કે કોઈની જાન ચાલી છે ?
હવે કોઈ લાશ રઝળે છે, થઈ મોહતાજ કોડીની:
કઝાએ પ ,ખરેખર, જિન્દગીની ચાલ ચાલી છે !
ઘડીમાં દીપ સળગે છે ઘડીમાં ઓલવાયે છે:
અમારી આ જવાની છે કે પાગલની દીવાળી છે ?
પતી જાયે છે ઘર મેળે, અમારે દાન અશ્રુનું !
હૃદય પોતેજ દાતા છે નયન પોતે સવાલી છે.
રડેછે કોણ એવું પોક મુકી શૂન્યનાં શબ પર?
મને લાગે છે રઝળી પડેલી પાયમાલી છે.! !
આપના પ્રતિભાવ