Posted by: bazmewafa | 04/04/2009
આશરે ચાલ્યા—ભગવતીકુમાર શર્મા
આશરે ચાલ્યા—ભગવતીકુમાર શર્મા
પોત પોતાના આશરે ચાલ્યા
છેવટે પંડના ઘરે ચાલ્યા
રાતવાસો કશે નથી કરવો
બત્તી પહેલાંજ સાંજ રે ચાલ્યા
ભૂરા નભની વિશાળતા છોડી
પંખીઓ પાછા પિંજરે ચાલ્યા
સુખ હો કે વ્યથાની હો ઘટના
યંત્રવત લોક અવસરે ચાલ્યા
સર્વ ભયત્રસ્ત છે અહીં તો
દોડીને ખૂણે ખાંચરે ચાલ્યા
વાટ જોઈ છે ઘરમાં બેસીને
કિંતુ પડછાયા ઉંબરે ચાલ્યા
શ્વાસ તૂટતો નથી હજી તો પણ
લોક આ કોને ખરખરે ચાલ્યા?
Like this:
Be the first to like this post.
નરી વાસ્તવિક્તાની સરળ શબ્દોમાં સબળ રજૂઆત.
સુખ હો કે વ્યથાની હો ઘટના
યંત્રવત લોક અવસરે ચાલ્યા
…… જોઈએ જ છીએને!
By: યશવંત ઠક્કર on 04/04/2009
at 3:45 AM
[...] આશરે ચાલ્યા—ભગવતીકુમાર શર્મા [...]
By: We Thanks for the Support…… « હાસ્ય દરબાર on 04/04/2009
at 3:23 PM
very nice.please visit my blog gujarati-poems.tk
By: Sapana on 04/05/2009
at 8:32 PM