Posted by: bazmewafa | 03/28/2009
વરસાદના પહેલા ફોરામા–જયંત પાઠક
વરસાદના પહેલા ફોરામા–જયંત પાથક
વરસાદના પહેલા પારદર્શક ફોરામાં
-એ જાદુઈ ત્રિકાળ દર્શક ગોળામાં
હું દેખું મારું ગામ ,મારી સીમ
સીમની અડીને ઉભેલો વગડો
શૈશવથી સ્લેટમાં ઘુંટેલો એકડો અને બગડો
રાતી રાતી દેવની ગાય
પાદરમાં વિચાય
સમણાંનાં નાચતાં કૂદતાં વાછળડાં!
મારી નદીની ઊજળી સાથળમાં
ડ્હોળું ડ્હોળું યૌવન ઘુમ્મરીએ ચડે
લાંબી લાંબી પથ્થરની છાટો બૂડે
પોચા પોચાપ્હાડ બાઢમાં ઓગળે,
માટીની ગંધનો આસવ પીને
ફળિયાનો લીમડો ડોલ્યા કરે
આકાશના મોર રહી રહીને
રંગનાં પીંછા ખોલ્યાં કરે
લીલું લીલું ઘાસ ફૂટે
મારા રોમ રોમથી
શૈશવની દુધિયા વાસ છૂટે
વીજ ત્રાટકે તાણીને બાંધેલ દોર તૂટે
ને હું
ગામમાં સીમમાં વગડામાં
હવે ના કોઈ ખૂટે
(વગડાનો શ્વાસ)
Like this:
Be the first to like this post.
સુપર્બ !
આભાર આપે લીધેલી તકલીફ માટે.
By: ધર્મેન on 03/30/2009
at 2:31 PM