Posted by: bazmewafa | 03/28/2009

સાંભરે–જયંત પાઠક

સાંભરે –જયંત પાઠક

આ સ્વચ્છ નગરના રસ્તા ઉપર

-તૃણ નહીં જયાં,ડામર ડામર-

ગાય ભાંભરે-

મને સાંભળે મારા ઘરની કોઢ

દૂધની સોડમ માંની સોડમ

તાંસળી તગતગતી તરબોળ,

ફીણ ફોદાળી દાંત વગરની દાદાની આંગળીઓ

ખીલે ખીલે ખણતી ખણતી સોનાની સાંકળીઓ !

હજી બોલવાં શીખતું પેલું

વાછળડું તે કાલું કાલું રોવે

ઘર વચ્ચે ગોપી ને કરસન મોંઘાં મહી વલોવે

સૂરજિયું માખણ ખાતો

           શો વગડો લચ લચ બોલે ! 

વડલા હેઠી કોઈ વગાડે વ્હાલપની વાંસળીઓ

આઘેના આ ભીના વગડે

સવારના દુધિયા તડકાને ચરતી

ગાય ભાંભરે

મને સાંભરે….

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers