Posted by: bazmewafa | 03/28/2009
અસુખની ક્ષણો–જયંત પાઠક
અસુખની ક્ષણો–જયંત પાઠક
પરસેવા જેવી પીળી પીળી બપોર
મારા શરીરે એવી તો ચોંટીજાય છે-
કૂતરાની જીભમાંથી ટપકતી લાળ
મારા મોંમા એવો તો સ્વાદ મૂકી જાય છે
ઓશીકાનાં ગલેફમાં ગૂંથેલું
LOVE ME નું તીર
મારી આંખોમાં એવું તો વાગે છે-
ક્ષ્ણોની કીડીઓ
શરીરે આવી એવી તો ચટકા ભરે છે–
તડકાના દરિયામાં ફુગાઈને
મારું શબ એવું તો ફૂલી જાય છે
ને છતાં ઓગળી જતી આંગળીઓને
સાવ જજરી ગયેલા
આ એકના એક વસ્ત્ર સીવ્યા કરવાનું
મારે જીવ્યા કરવાનુ.
Like this:
Be the first to like this post.
આપના પ્રતિભાવ