ગઝલ
રોનક થઈ ગઈ—હેમેન શાહ
સોબત વાદળ માફક થઈ ગઈ.
માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ.
કોણ ટહુક્યું ભર બપ્પોરે?
રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.
બારી ખોલી મેઘધનુષ ત્યાં!
શું અણધારે આવક થઈ ગઈ.
જે ક્ષણને મેં ધુત્કારી’તી,
એ તો ભાગ્ય વિધાયક થઈ ગઈ.
બત્તી ઉઘડી હસ્યા ફૂવારા,
અને નગરમાં રોનક થઈ ગઈ.
જૂનાં સ્મરણો પાછા આવ્યા
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.
આપના પ્રતિભાવ