ગઝલ
ઘૂંટવાનું મન થયું.—હરેશ”તથાગત”
પત્ર જેવી એક ઇચ્છા ,બાળવાનું મન થયું.
ફૂલ ,જે આપ્યું નથી તે ,માગવાનું મન થયું.
નામ મારું સાવ એના નામની પડખે લખી,
કોણ અજાણે કેમ અમસ્તું ભૂંસવાનું મન થયું.
અંધને આંખો મળે એ રીતથી મળતાં અમે,
ચાંદ બદલે આજ તમને તાકવાનું મન થયું.
>
હોઠથી કે’વું હતું તે આંખથી બોલી દઈ,
મ્હેકથી એને પવનમાં ઘૂંટવાનું મન થયું.
બંસરીના સૂર પ્હેરી ખૂલતાં પંખી ઘરે,
ફૂલ વેણીમાં હતું તે માં ગવાનું મન થયું.
આપના પ્રતિભાવ