Posted by: bazmewafa | 03/23/2009

ગઝલ:માવઠા જેવું હસી-અશોકપુરી ગોસ્વામી

ગઝલ

માવઠા જેવું હસી-અશોકપુરી ગોસ્વામી

કેટલા વર્ષો પછી તું માવઠા જેવું હસી
એમ લાગ્યું કે નદી પાછી પહાડોમાં ધસી

સૂર, શબ્દો ,અર્થ ,પડઘા આખરે નિષ્ફળ ગયા
આર્દ્ર્તા મારી હવે જો મૌનની અંદર વસી

હે નિકટતમ સત્ય સમજાવું તને બોલ્યા વગર
કૈં કહી શકતો નથી જેથી ધરી જો આરસી

હું સમજના સૂર્યમાંથી ઉદભવેલું તેજ છું
આ દિશાઓ ને ક્ષિતિજો એક ઈશારે ખસી

મંત્ર માફક લ્યો ,ગઝલ જન્મી અલૌકિક એ રીતે
શબ્દની દિવાસળી જયાં લાગણી સાથે ઘસી.


Responses

  1. Khoob Mazaa Aavee
    BKVinay

  2. હે નિકટતમ સત્ય સમજાવું તને બોલ્યા વગર

    કૈં કહી શકતો નથી જેથી ધરી જો આરસી

    બસ આમ જ મારા ખુદની સાથે મળતો રહુ છું મને મારી સાથે મેળવવા માટે …

    અશોકજી સદાય જીવંત અને જીવનને લઇ ને આવતા રહયા છે.

    દિપક


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers