Posted by: bazmewafa | 03/23/2009

ગઝલ:ઇલ્ઝામ દૈ બેઠા છીએ–અહમદ મકરાણી

ગઝલ

 

ઇલ્ઝામ દૈ બેઠા છીએ–અહમદ મકરાણી

 

 

એક પથ્થરને સનમનું નામ દૈ બેઠા છીએ

આમ દિલને કેવું કપરુ કામ દૈ બેઠા છીએ

 

જાય છે થોડો સમય, આવે ફરી મારા ઘરે

વેદનાને જ્યારથી બસ થામ દૈ બેઠા છીએ

 

વાદળાં બે ચાર આડે રોશનીની હોય છે

સાવ નાહક કોઇને ઇલ્ઝામ દૈ બેઠા છીએ

 

ક્યાંય પગરવ જિંદગીનો એટલે સંભળાય ના

શ્વાસની કેવી ગલી સૂમસામ દૈ બેઠા છીએ

 

યાદ કરવાં જાઉં તો પણ યાદ ના આવે હવે

એક વીંટી કોઈને ગુમના દૈ બેઠા છીએ

 

 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers