Posted by: bazmewafa | 03/17/2009

ઓ !નાદાન—- અલ્લામા મુહમ્મદ ઇકબાલ

ઓ !નાદાન—- અલ્લામા મુહમ્મદ ઇકબાલ

ઓ નાદાન! તુ ફિરંગીઓ પાંસેથી સારી લાગણી, સારા વર્તાવની આશા રાખે છે. તું જાણી લે ,યાદ રાખ કે તેના પંજામા  સપડાયેલા પક્ષી પ્રત્યે બાઝ પક્ષી કદી રહેમ કરતું નથી.

પિતાએ વારસામાં આપેલો મણિ સ્વીકારતાં તારે શરમાવવું જોઇએ.પથ્થરની ખાણમાંથી મળેલા મણિ મેળવવાનો આનંદ ઑરજ હોય છે.

 

   દુનિયાની હસ્તીની નેસ્તીની ચર્ચા મારી સાથે શું કરેછે, હું તો એટલું જાણું છું કે કહું છું,પણ  એ નથી જાણતો કે એ હોવા ન હોવાનો તિલસ્મ, જાદું શું છે?  મયખાનાનું પ્રત્યેક શરાબ પાત્ર ,શીશી અને જામ સરકારીકોટવાલના ભયથી કંપેછે પરંતુ   એમા એક અપવાદ  આશકની સુરાહી છે.ઉલટો કોટવાલનો પથ્થર તેનાથી કંપે છે.

 

  ખુદી નું વર્ણન તું સંકેત(પરદા)માં કરેછે,તો ભલે,પણ મારું કહેવું એ છે કે પરદાને પરદોજ રહેવા દેજે.ફાડીશ નહીં.કારણકે દ્રષ્ટિનો  પાલવ  એ વિષયમાં સાવ ટૂંકો છે.

 

   પાનખરે એની પરનાં પાંદડા ખેરવી નાંખ્યા છે.એ જૂની ડાળ પરથી માળો ખસેડવાની વાત શરમ ભરી લાગે છે.કેમકે તું એજ ડાળની શૈયા પર પીંછા અને પાંખ પામીને મોટો થયો છે,એ તુંભૂલી જાય છે.

  ગઝલ કહે તો કંઈ એવી ગઝલ કહે કે પ્રકૃતિ પોતાના વાજિંત્રોના સૂર તને આપવા માંડે.જે પ્રકૃતિ સાથે સ્પર્ધામાં ઊતરે તે વળી કેવો!  

(અલ્લામાં ઇકબાલનું તત્વદર્શન આધારિત મહાન ફારસી ભાષામા કરેલુ પદ્ય સર્જન ઝબૂરે આઝમનો  અનુવાદ. અનુવાદકજનાબ આચાર્ય મસ્ત મંગેરા. તંત્રી-વ.સમાચાર.સુરત)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers