રડાવે છે દુનિયા—જિદ્દી લુવારવી
કદી એ અમોને હસાવે છે દુનિયા
કદી એ અમોને રડાવે છે દુનિયા.
શરૂમાં અમોને પતાવે છે દુનિયા
પછીથી અમોને ફસાવે છે દુનિયા.
અમે શાંતિથી રહીએ શી રીતે
પરસ્પર અમોને લડાવે છે દુનિયા.
હટાવી ખુદા દે-અમારી નજર થી
કરીએં ઇબાદત ભમાવે છે દુનિયા.
અમોએ ગળેથી લગાવે છે એને
અમોનેજ આજે હં ફાવે છે દુનિયા.
કદી એ સજી દુલ્હનો જેમ આવે
નવા નાચ નિત એ નચાવે છે દુનિયા.
નથી સંભળાતું હવે જિદ્દી કૈં પણ
બધે શોર એતો મચાવે છે દુનિયા.