ના’ત
ફકત એક સાકી—મુહમ્મદઅલી વફા
અમારી પરબ છે ફકત એક સાકી
અમારી તરસ છે ફકત એક સાકી
અમારી સફરનાં ન કોઈ મુકામો
અમારી મજલ છે ફકત એક સાકી
અમે દોસ્ત પીશુ ફકત કૌસરે થી
અમારી તલબ છે ફકત એક સાકી
મુહમ્મદ(સલ.)નબીના અમે તો દુલારા
અમારો નસબ છે ફકત એક સાકી
ભલે હોય રંગો અલગ બોલ ભાષા
અમારું કથન છે ફકત એક સાકી
અમે લાઇલાહા ફકત બસ પઢીશું
રસુલ(સલ.)નું રટણ છે ફકત એક સાકી
મદીના તરફ છે સતત આ નિગાહો
અમારું વતન છે ફકત એક સાકી
અમે ચાલશું બસ હરમની દિશામાં
અમારી નજર છે ફકત એક સાકી
અમોને મળી જાય અલ્લાહની રે’મત
વદનની તડપ છે ફકત એક સાકી
વફાનાં સલામો કબૂલો ને આકા
વફાની અરરજ છે ફકત એક સાકી
Very nice gazal Wafa..bahot khub..kab hoga aapka Diwaan ?
By: Dilip Gajjar on 03/12/2009
at 6:16 PM