આહ! આસિમ ને ભી રૂખ્તે સફર બાંધ લિયા—- મુહમ્મદઅલી વફા
સબ કહાં લાલાઓ ગુલમેં નુમાયાં હો ગઈ
ખાક મે ક્યા સુરતેંથી જો પિન્હા હો ગઈ
ગુજરાતી ભાષાના સહુથી વયો વૃધ્ધ અને વડીલ કવિ જનાબ મહમૂદમિયાં મોહમ્મદ સુબેદાર ઉર્ફે આસિમ રાંદેરીનું આજ રોજ જુમેરાત તા.5ફેબ્રુઆરી2009ના રોજ એમના વતન રાંદેર(સુરત) 104 વર્ષની જૈફ વયે દુ:ખદ ઈંન્તેકાલ થયો છે(.ઈન્ન લિલ્લાહે વઈન્ન ઇલયહે રાજેઉન)રબ્બેકરીમથી દસ્ત બ દુઆ છે કે-અલ્લ્લાહતાલા મર્હુમની બાલ બાલ મગફિરત ફરમાવે અને આલમે બરઝ્ખમાં ઉંચો મરતબો અતા ફરમાવે.(આમીન).અને એમના કુટુંબી જનોને સબ્રે જમીલ અતા ફરમાવે.
આસિમ રાંદેરી સાહેબ 104 નહીં 125વર્ષ પણ હયાત ર્હ્યા હોત તો પણ એમનો ઈંતેકાલ દુ:ખદ લેખાત.. ગઈ કાલ સુધીના જનાબ આસિમ રાંદેરી સાહેબ આજે મર્હુમ થઈ ચુક્યા છે.
વ્યાકરણ અને શબ્દોનો થોડો ફેરફાર , કેવી વેદનાની ટશરો છૉડે છે.
1957થી 1960નાં મારા રાંદેરના શાળા કાળ દર્મિયાન મેં આસિમ સાહેબને ઘણી નજદીકથી જોયા છે.મહા ગુજરાત ગઝલ મંડળ ના ઝંડા ધારીઓમંથી આદરિણય વડીલ શ્રી રતિલાલ અનિલ ની અમાનત હજી આપણી પાંસે છે.અનિલ સાહેબે ‘સફરના સાથી’માં એ બધા બુઝુર્ગોનો ઉલ્લેખ કર્યો છે.
સુરત રંગ ઉપવન માં 1959માં જશદણ નવાબ જનાબ અકબરલી જશદણ વાળાના સંચાલનમાં થયેલા એક ભવ્ય મુશાયેરામાં મેં એમને પ્રથમ વાર સાંભળેલા.
એમની લીલા અને તાપી કિનારો અમને પણ ખૂબ પ્રિય હતો.
આ ગાંધીબાગ ને તાપી કિનારો કેમ ભૂલાશે
અહીં અમારી મહોબ્બતનો દટાયેલો ખઝાનો છે.
લીલા સામાયિકથી લઈ લીલા ગઝલ સંગ્રહ સુધીની પ્રણયગાથા શાયદ ગુજરાતી સાહિત્યમાં એમણેજ આપીછે.
લીલા,શણગાર,તાપી કિનારે અને રાંદેરવાસી મુસ્લિમો જે મૂળ અરબી છે .એમનો એક 800 વર્ષ પહેલાં એમના પૂર્વજોનો ઇતિહાસ પણ એમણે આપ્યો છે.
ગુજરાતના પ્રારંભકાળના તમામ મુસ્લિમ શાયરોની જેમ એમની ગઝલ યાત્રાની શરૂઆત પણ ઉર્દૂથી થી થઈ હતી.
1931માંરાંદેરમાં થયેલા પ્રથમ ગુજરાતી મુશાયરામાં પણ એમણે જરૂર ભાગ લીધો હશે.
રાંદેરના મુસ્લિમો 800 વર્ષપહેલાં સુરત,રાંદેર આવ્યા પછી પણ એમનાં વિદેશ ખેડાણો વિપૂલ પ્રમાણમાં રહ્યા છે.
આસિમ સાહેબ પણ આફ્રિકા,અમેરિકા,કેનેડા,માડાગાસ્કર વિ. પ્રવાસ કરી ચુક્યા હતા.
એમના કાવ્યોની રજૂઆત દેશ વિદેશની ઘણી પ્રસારણ સંસ્થાઓ પરથી થઈ છે.
નીચે આજના ગુજરાત મિત્રમાં એમના ઈંતેકાલ પુર માલાલના સમાચારનું ઈમેજ પ્રસ્તુત કર્યું છે…


અલ્લાહ મર્હુમ ની રૂહ ને જન્નત નસીબ કરે.અમો ગઝલ ના ખજાના નો ‘અનમોલ” હિરો ખોઇ ચુક્યા છીએ.આ કમી ક્યારેય નહિં પૂરાય.
By: Razia mirza on 02/06/2009
at 4:48 AM
જનાબ આસિમ રાંદેરી સાહેબના સ્વર્ગવાસથી સમગ્ર ગઝલ,રાંક બની છે…..
અને એક ગઝલકાર તરીકે હું ઊંડા દુઃખની લાગણી અનુભવી રહ્યો છું જે શબ્દોમાં બયાન કરવી સંભવ નથી.કેટલાક એવાં ઉત્તમ ઇન્સાન પરવરદિગારના દરબારમાં સામેલ થયાં છે,જેનો ખાલીપો આપણને આજીવન વરતાશે…
ઈશ્વર,ગુજરાતી ભાષાના એ અણમોલ રતનને મોક્ષપદ પ્રદાન કરે એજ અભ્યર્થના.
અસ્તુ.
By: ડો.મહેશ રાવલ on 02/06/2009
at 8:47 AM
આસિમ સાહેબની ચિર વિદાયથી મેઁ જે દુઃખની લાગણી અનુભવી છે તેનુ શબ્દમા વર્ણન થઇ શકે તેમ નથી. તેમની કંકોતરી તો મારા દિલની ખુબજ નજીક છે.
પરમાત્મા તેમના આત્માને શાન્તિ અર્પે એજા પ્રાર્થના.
પ્રજ્ઞા.
By: Pragna on 02/06/2009
at 10:59 AM
ભૌતિક આયુષ્ય ૧૦૪ વર્ષનું ભોગવી હવે અસીમ આયુષ્યના કાળચક્રમાં વિલીન થઈ ગયા,આસીમ તમે!
હવે કોણ વંચાવશે લીલાની કંકોતરી;કોણ દર્શાવશે સાદાઈમાં પણ લીલાની જાહોજલાલી,શું આસીમ તમે?
આમ રાંક કરીને અમને કાં ચાલ્યા ગયા?સહુ શાયરના શાયર બનીને જન્નત જોવા ગયા,શું આસીમ તમે?
શ્રદ્ધા છે અમને, જન્નતના દ્વારે ઊભા હશો તમે, અને આવકારો મીઠો આપશો અમને.ખરુંને?આસીમ તમે?
અમારી લાખો સલામ,આસીમ સાહેબ,આપને!
By: Shah Pravinchandra Kasturchand on 02/06/2009
at 12:54 PM
Very sad news for the entire Gujarati literary world. A great loss to the literary society.
May Allah bless him with a high rank in paradise and bless the family with sabr, patience to bear this great loss.
Babu Husain.
By: B. Husain Bhayat on 02/06/2009
at 2:20 PM
પ્રણયની રંગીન ગુર્જરી ગઝલો લખી ગયા
તાપીને તીરે લીલા સંગ લીલા કરી ગયા
બાવીશ વર્ષની વૃત્તિના રંગીન સૂબેદાર
આખી સદી અણનમ રહી આસિમ જીવી ગયા
Tribute to Asimsaheb Randri
dilip
By: Dilip Gajjar on 02/06/2009
at 2:28 PM
ગઝલ ઉજ્જડ થઈ ગઈ, વેરાન થઈ ગઈ.
પણ આપણે માટી ના માનવીઓ શું કરી શકીએ છીએ?
કવીઓ અને સાહીત્ય રસીકો જયારે જયારે એમની અમર ક્રુતિ “લીલા” વાંચશે, ત્યારે તેમને મર્હુમ આસિમ સાહેબ જરૂર યાદ આવશે. “લીલા” વાંચતા એવુંજ લાગે છે કે “લીલા” ખરેખર એક જીવતું જાગતું પાત્ર છે. મને પોતાને “લીલા” વાંચીને એવું લાગ્યું કે “લીલા” ખરેખર એક જીવતું જાગતું પાત્ર છે. હકીકત માં મર્હુમ આસિમ સાહેબ “લીલા” ને અમર કરી ગયા.
અલ્લાહ તઆલા તેમની રૂહ ને શાન્તિ આપે. આમીન.
By: કાસીમ અબ્બાસ on 02/06/2009
at 10:32 PM
Oh Allah, what a sad news for entire Gujarati literary community. ‘Lila’ has now become a Yateem (Orphan). First, Adil Mansuri and now Asim Randeri sahab.
Here is a Kavyanjali by me:
Ujaale apni yaadon ke hamaare saath rehne do,
Na jaane zindagi ki kis gali me shaam ho jaaye.
and
Bade gaur se sun raha thaa zamaana,
Hamin so gaye daastaan kehte, kehte.
May Allah give him the best place in paradise and courage to his family and friends to bera the great loss.
By: Firoz Khan on 02/07/2009
at 12:28 AM
I AM VERY MUCH SORRY TO LEARN ABOUT THE
SAD DEMISE OF OUR BELOVED SHAYAR ASIM
SAHEB RANDERI. WE DO REALISED HOW GREAT LOSS THE ALL GUJARATI LITERARY COMMUNITY HAS SUFFERED. WE PREY TO ALMIGHTY GOD
THAT HIS FAMILY AND ALL LITERARY HAVE
REQUISITE MEASURE OF STRENGTH TO BEAR THE
LOSS.
PLEASE CONVEY MY FEELING OF SYMPATHY TO
ALL THE MEMBERS OF ASIM SAHEB FAMILY.
RAMESH K. MEHTA.
By: RAMESH K. MEHTA on 02/13/2009
at 10:08 AM
alvida asim saheb
By: kamlesh patel on 07/21/2009
at 6:24 AM