Posted by: bazmewafa | 01/31/2009

ગઝલ લખજો—મનહર મોદી

ગઝલ લખજોમનહર મોદી

હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો

બધાની આંખ ઉઘડે એટલે મારી ગરજ પડજો

 

 

અહીં સુક્કું અને લુખ્ખું અને ટુકડે જિવાયું છે

હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો

 

 

ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું

તમે કેવળ અને એક જ રહો એ દ્રશ્ય વિસ્તરજો

 

 

સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબેતો અંધારું

એ સમજું છું ને અંદર છું એ જ્સ્ણો તો મને હસજો

 

 

મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું

કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.

 


Leave a response

Your response:

Categories