વિયેટનામી કાવ્ય
બુધ્ધને બદલે યુધ્ધ
લોકોએ મને આજે સવારે ઉઠાડ્યો,
એ કહેવાને કે
મારો ભાઇ યુધ્ધમાં મરી ગયો છે..
છતાં,બાગમાં
પોતાની ઝાકળભીની પંખડીઓ ખોલતું
નવીન ગુલાબ છોડ પર ખીલી રહ્યું છે
અને હું જીવું છું
હજી સૂંઘી શકું
છુંગુલાબો અને ગોબરની ગંધને
હજી ખાઇ શકું છું.
પ્રાથના કરી શકું છું.
ઊંઘી શકું છું.
પણ કયારે તોડી શકીશ
હું મારા દીર્ઘ મૌનને?
ક્યારે ઉચ્ચારી શકીશ_
હું પેલા અનુકત શબ્દોને,
જે મને ગુંગળાવી રહ્યા છે?
(વિયેટનામી કવિ થાઈ ન્હાટ હાં.અનુવાદ:મનસુખલાલ ઝવેરે)
good
By: Mukund Desai - 'MADAD' on 01/31/2009
at 5:31 AM
Dear Wafasaheb,Good Poem and presentation. My faviorite inspirational site. you helping me lot so I will improve my self together everyone achive more.
Thanks
By: Dilip Gajjar on 01/31/2009
at 7:36 PM