Posted by: bazmewafa | 01/28/2009

સ્વામી રામતીર્થ-મૌલાના ગુલામરસૂલ મહેર

સ્વામી રામતીર્થ-મૌલાના ગુલામરસૂલ મહેર

 

ઇકબાલની નઝમ સ્વામી રામતીર્થ જાન્યુઆરી 1907મા પ્રથમ ઉર્દૂ સામયિક મખઝનમાં પ્રકાશિત થઈ.સ્વામી રામતીરથનું મૂળ નામ તીરથ રામ હતું.એમનો જન્મ23 ઑક્ટોબર1873માં ગુજરાંવાલા જિલ્લાના ગામ મુરારીવાલામાં થયો.એમનું કુળ ગોસાંઈ બ્રાહ્મણનું હતું.પિતાશ્રીનું નામ મિરાનંદ હતું. ઘર ગરીબ હતું.સ્વામીજીની વય થોડા દિવસોની હતી ને એમની માતાનું અવસાન થયું.પાંચ વરસની વયે અભ્યાસ શરૂ કર્યો.પોતાના ગામમાં પ્રાથમિક ભણતર પુરુ કરી ગુજરાંવાલાની હાઈ સ્કૂલમાંથી મેટ્રિક પાસ કરી.પછી લાહોરની મિશન કૉલેજમાં અભ્યાસ આગળ વધાર્યો.આ દિવસો એમણે ઘણી કઠણાઈમાં વ્યતિત કર્યા.એક આનામાં ખર્ચમાં એક દિવસ ગુજારવો પડતો હતો.ત્રણ પૈસા બપોરના જમણ માટે અને એક પૈસે થી સાંજે કામ ચલાવી લેતા. એમની સ્મરણશક્તિ ઘણી અદભૂત હતી.પ્રથમથીજ એમનો સ્વભાવ સંતોજેવો હતો.ઈન્સાની હમદર્દી  એમનામાં કૂટી કૂટીને ભરાયેલ હતી.ગણિત એમનો પ્રિય વિષય હતો.એમાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી.પરીક્ષાનાં પ્રશ્ન પત્રમાં તેર સવાલો પૂંછાતા,જેમાંથી નવના ઉત્તરો લખવાના હતા.સ્વામીજી બધાજ પ્રશ્નોનાં ઉત્તરો લખી,નોંધ લખતા કે પરીક્ષકે પોતેજ નવ ઉત્તરો પસંદ કરી લેવા.રાજ્ય ભરમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા. ગવર્નમેન્ટ કૉલેજથી એમ.એ. કર્યું. કૉલેજનાં પ્રિંસીપાલે એમનું નામ આઇ.સી.એસ માટે સૂચવ્યું.જ્યારે એમને ખબર પડી તો આંખ અશ્રુ ભીની થઈ ગઈ,અને એમણે કહ્યું કે:મેં શિક્ષણ કોઇ હોદ્દો મેળવવા માટે પ્રાપ્ત નથી કર્યું. પરંતુ હું તો ખુદાના બંદાઓની સેવા કરવા ઈચ્છું છું.થોડા સમય સુધી સિયાલકોટની મિશન હાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું, પછી મિશન કૉલેજ લાહોરમાં  ગણિત શાસ્ત્રના પ્રોફેસર તરીકે  જોડાયા.એજ સમયમાં સ્વામીજીનો પરિચય અલ્લામાં ઇકબાલ સાથે થયો.સ્વામીજી વતન પ્રેમ અને ખુદાની ભક્તિનું શિક્ષણ પ્રદાન કરતા હતા.1899માં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને,પોતાના સર્વત્ર જીવનને દેશનાં ચરણે ધરી દીધું. ઘણા લોકોએ ટીકા કરી કે તીરથ રામ પાગલ થઈ ગયો છે.આ વાત જયારે અલ્લામાં ઇકબાલને પહોંચી, તો એમણે કહ્યું કે જો તીરથરામ પાગલ હોયતો વિશ્વમાં ક્યાંયે બુધ્ધિમતા અસ્તિત્વ ધરાવતી નથી. તીરથરામે ઘર ,બાર પોતાના સર્વત્ર કુટુંબ પરિવાર છોડીને સંન્યાસ ધારણ કરી લીધો.અને રામતીર્થ નામ ધારણ કર્યું.1902માં જાપાનનો પ્રવાસ કર્યો.ત્યાંથી અમેરિકા પહોંચ્યા.બે વર્ષ અમેરિકામાં રહ્યા.ત્યાંથી ઈજિપ્ત ગયા.પછી ભારત પરત થયા.હરદ્વારની પહાડીઓમાં ધ્યાનમગ્ન થઈ ગયા.એક વાર ઘૂંટણ પર ઈજા થઈતો ગંગા સ્નાનથી મજબૂર રહ્યા.1906માં હિમ્મત કરીને ગંગામાં સ્નાન કરવા ઊતર્યા,તો પગ લપસી ગયો.અને પાણીમાં તણાયા.તરવાનો પ્રયત્ન કર્યો પણ સફળ નહિ રહ્યા.ત્રીજે દિવસે એમનો મૃત દેહ મળ્યો.અલ્લામાં ઈકબાલ એ સમય ગાળામાં યુરોપમાં હતા.સ્વામીજીના મૃત્યુની ખબર મળી, તો પોતાના ઘણા નિકટ મિત્રની સ્મૃતિમાં એમણે આ નઝમ લખી.

આ નઝમ થોડા સમય પહેલાં પોસ્ટ થઈ ચૂકી છે.ઉપરની સમજૂતી સાથે ફરી મૂકવામાં આવી છે.

 

 સ્વામી રામતીર્થડૉ.અલ્લામા મુહમ્મદ ઈકબાલ

(અંજલિ)

હમ બગલ દરિયાસે હૈ કતરા-એ બેતાબ તુ,

પહલે ગૌહર થા,બના અબ ગૌહરે નાયાબ તુ.

 

 

આહ! ખોલા કિસ અદાસે તુને રાઝે રંગો- બુ,

મૈં અભી તક હૂં અસીરે ઇમ્તિયાઝે રંગો- બુ.

 

 

મિટકે ગોયા જિંદગીકા શોરિશે મહશર બના,

યહ શરારા બુઝકે આતશ ખાનએ આઝર બના.

 

 

નફસે-હસ્તી ઈક કરિશ્મા હૈ દિલે આગાહકા,

લાકે દરિયામેં નિહાં મોતી હૈ ઈલલ્લાહકા.

 

 

ચશ્મે નાબીના સે મખ્ફી માની- એ- અંજામ હૈ,

થમ ગઈ જિસ દમ તડપ,સીમાબ સીમે- ખામ હૈ.

 

 

તોડ દેતા હૈ બુતે-હસ્તીકો ઈબ્રાહીમે ઈશ્ક,

હોશકા દારુ હૈ ગોયા,મસ્તી-- તસ્નીમે- ઈશ્ક.

 

(મહાકવિ ઇકબાલ- મસ્ત મંગેરા)

શબ્દાર્થ:

હમ બગલ=પાડોશમાં,કતરા=ટીપું,બેતાબ=અધીરું,ગૌહર=મોતી,નાયાબ=અપ્રાપ્ય

અસીર=કેદ,ઇમ્તિયાઝ=તફાવત,બુ=ગંધ,શોરિશ=ક્રાંતિ,મહશર=કેંદ્ર,શરારા=ચિનગારી,

આતશ=અગ્નિ, આઝર=પયગંબર હ.ઈબ્રાહીમ(અલૈ.)ના પિતા(ઐતિહાસિક સંદર્ભ છે),કરિશ્માં=કરામત,દિલે આગાહ=જાગૃત હૃદય,લા=અરબી શબ્દ ના-નહિ,ઇલલ્લાહ=અરબી શબ્દ- અલ્લાહનાસિવાય,ચશ્મેનાબીના=અંધ,જન,મખ્ફી=છૂપાયેલું,સીમાબ=રજત,તસ્નીમ=સ્વર્ગનીનું મસ્તી સભર પીણું

 

 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers