Posted by: bazmewafa | 01/25/2009

શ્વાસની સાંકળ ઉપર—કિરિટ ગોસ્વામી

શ્વાસની સાંકળ ઉપરકિરિટ ગોસ્વામી

પળ પછીની પળ ઉપર પડદો પડ્યો છે

શ્વાસની સાંકળ ઉપર પડદો પડ્યો છે

 

 

શી ખબર ઇચ્છા-નદી ક્યાં લઈ જવાની

દેખીતી ખળખળ ઉપર પડદો પડ્યો છે

 

 

વિશ્વ નોખું તેજમય છે સૌની ભીતર

આગવી ઝળહળ ઉપર પડદો પડ્યો છે

 

 

કેમ સંતો ! માપવાં ઉંડાણ એના

સાવ મનનાં તળ ઉપર પડદો પડ્યો છે

 

 

છે હજીય શેષ કારણ જીવવાનું

કયાં કલમ-કાગળ ઉપર પડદો પડ્યો છે

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers