સ્પર્શ્યો’તો વાદળાંને—મિલિન્દ ગઢવી
સહરાને, ઝાંઝવાને જૂની કથા કહું છું
સ્પર્શ્યો’તો વાદળાંને એ વાર્તા કહું છું
છે ફર્ક ક્યાં વધારે?શબ્દો જૂદા કહું છું
તું જેને કે’છે સ્વાસો એને હવા કહું છું
આવે છે એ સવાલો વેરીને સ્મિત આછું
ને ય ઉત્તરોમાં હા કે ના કહું છું
બેસું છું જઇ સભામાં ભ્રમરોની સાથે સાંજે
ફૂલોને છેડવાના નુસ્ખા નવા કહું છું
સમજી શકો તો સમજો મોઘમની આ છે ભાષા
હોઠોને મૌન રાખી મારી વ્ય્થા કહું છું
છે જાણ કોઇને ક્યાં છેલ્લી સફર છે મારી!
એ આવજો કહે છે,હું અલવિદા કહું છું.
આપના પ્રતિભાવ