ખરતા સિતારાને.._મુહમ્મદઅલી વફા
અમે સમજી ગયા છે આજ એ સૂચક ઇશારા ને.
ધરેછે મૌન પણ કહેતાં નથી કંઇ ચાહનારા ને.
તમરા હોઠ તો મલકી ગયા આ હોઠ પર બંદિશ,
હ્ર્દયની વેદના પૂછો હ્રદયના બાળનારા ને.
જિગરની વેદનાને આંખથી રેલાય જાવા દ્દો,
હવે ન રોકશો આવીને અશ્રુ સારનારા ને.
અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઇ બેઠા,
તમે પકડી હજી બેસી રહ્યા છો આ કિનારા ને.
નજરજો હોયજો સાચી બધા દ્રશ્યોજ સુંદર છે,
નજરમાં હોય જો ખામી તો દોષોકયાં નઝારાને.
ઘણી વસમી સફર એ હોય છે સહું સ્નેહી જન માટે,
છતાં રોકી શકેછે કોણ આ જગથી જનરાને.
‘
.બુલંદીનો અહમ જયારે કદી ઘુમરાય છે મનમાં.
વફા’નિરખી લઉંછુંહું જરા ખરતા સિતારાને.
(11-6-1967ના તરહી કલમી મુશાયરાની ગઝલ’ઈસ્માઇલી’)
પંક્તિ:ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને
આપના પ્રતિભાવ