હજઝ છંદ—બઝમ
હજઝ છંદ : હજઝ મુસલમ સાલિમ બહર(16અક્ષરી)(માત્રા-28 )
અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્
લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =
ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા
રમલ મહફુઝ છંદ (15 અક્ષરી)(માત્રા-25)(ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢ ફાઇલાતુન્ૢફાઇલુન્-ગાલગાગાૢગાલગાગાૢગાલગાગાૢગાલગા)ની જેમ હજઝ મુસલમ સાલિમ છંદનો ગુજરાતી ગઝલોમાં વિપૂલ પ્રમાણ માં ઉપયોગ થયો છે.બાલ શંકર કંથારિયાની સુવિખ્યાત ગઝલ ની તખ્તી.
ગુજારે જે – શિરે તારે — જગતનો ના– થ તે સ્હેજે
લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____ લગાગાગા
એક સમય એવો હતો કે આ છંદ નો લય ગુજરાતી ગઝલનો પર્યાય બની ગયો હતો.
તરહી મુશાયરામાં આ છંદ પર પાદ પંક્તિઓમાં ઘણી ગઝલો લખાય છે.
પ્રો.સુમન અજમેરીએ એમના પુસ્તક ગઝલ: સંરચના છંદ વિધાન માં પૃ.51 પર 20 ઉદાહરણો ટાંક્યા છે.
તરહી મુશાયરાની કેટલીક યાદાગાર પંક્તિઓ
1-અમારી મહેરબાનીથી અમાર મહેર બાનો છે
2-હવે લાગી રહ્યું છે વારતા પૂરી થવા આવી
.
3-કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી
4-કરો જો કોઇ પણ વાતો કરો એના અધર વાંચી
5- ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને
અત્રે એ છંદ પર લખાયએલી કેટલીક ગઝલો પ્રસ્તુત કરી છે.
- તમારી યાદના સૂરજ— આદિલ મન્સૂરી
- અશ્રુ સારે છે—બેફામ
- પાગલ થાઉં તો સારું…–શેખાદમ આબુવાલા
- થઈ જાય તો સારું-નાઝિર દેખૈયા
- ખરતા સિતારાને.._મુહમ્મદઅલી વફા
આપના પ્રતિભાવ