સ્વામી રામતીર્થ—ડૉ.અલ્લામા મુહમ્મદ ઈકબાલ
(અંજલિ)
હમ બગલ દરિયાસે હૈ કતરા-એ –બેતાબ તુ,
પહલે ગૌહર થા,બના અબ ગૌહરે નાયાબ તુ.
આહ! ખોલા કિસ અદાસે તુને રાઝે રંગો- બુ,
મૈં અભી તક હૂં અસીરે –ઇમ્તિયાઝે રંગો- બુ.
મિટકે ગોયા જિંદગીકા શોરિશે મહશર બના,
યહ શરારા બુઝકે આતશ ખાનએ આઝર બના.
નફસે-હસ્તી ઈક કરિશ્મા હૈ દિલે –આગાહકા,
“લા”કે દરિયામેં નિહાં મોતી હૈ “ઈલલ્લાહ”કા.
ચશ્મે નાબીના સે મખ્ફી માની- એ- અંજામ હૈ,
થમ ગઈ જિસ દમ તડપ,સીમાબ સીમે- ખામ હૈ.
તોડ દેતા હૈ બુતે-હસ્તીકો ઈબ્રાહીમે ઈશ્ક,
હોશકા દારુ હૈ ગોયા,મસ્તી-એ- તસ્નીમે- ઈશ્ક.
(મહાકવિ ઇકબાલ- મસ્ત મંગેરા)
શબ્દાર્થ:
હમ બગલ=પાડોશમાં,કતરા=ટીપું,બેતાબ=અધીરું,ગૌહર=મોતી,નાયાબ=અપ્રાપ્ય
અસીર=કેદ,ઇમ્તિયાઝ=તફાવત,બુ=ગંધ,શોરિશ=ક્રાંતિ,મહશર=કેંદ્ર,શરારા=ચિનગારી,
આતશ=અગ્નિ, આઝર=પયગંબર હ.ઈબ્રાહીમ(અલૈ.)ના પિતા(ઐતિહાસિક સંદર્ભ છે),કરિશ્માં=કરામત,દિલે આગાહ=જાગૃત હૃદય,લા=અરબી શબ્દ ના-નહિ,ઇલલ્લાહ=અરબી શબ્દ- અલ્લાહનાસિવાય,ચશ્મેનાબીના=અંધ,જન,મખ્ફી=છૂપાયેલું,સીમાબ=રજત,તસ્નીમ=સ્વર્ગનીનું મસ્તી સભર પીણું
1904 માં લખાએલ ”સારે જહાંસે અછ્છા હિદોસ્તાં હમારા ”ના કવિ ડૉ.ઇકબાલ જ્યારે તસવ્વુફ(સૂફીવાદ)અને દર્શનશાસ્ત્ર ના વિષય સાથે જ્યારે પદ્યના મેદાનમાં ઉતરેછે ત્યારે અચ્છા ઉર્દૂ ફારસીના જાણકાર એમના કલામ(પદ્ય)માં ગોથાં ખાઈ જાય છે.તે છતાં તે જમાનામાં ઇકબાલના પ્રોફેસર અને મિત્ર ડૉ.નીકોલસને ઇકબાલની અનુમતિથી એમનાં ફારસી મહાકાવ્ય” ઈસરારે ખુદી” નું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ભાષાની દ્રષ્ટિએ તો ગાલિબ મીરને સમજવાપણ કઠિન થઈ પડે છે.પરંતુ ઇકબાલ દર્શનશાસ્ત્ર,તત્વજ્ઞાન,ધર્મશાસ્ત્ર,તર્કશાસ્ત્ર, ઇતિહાસ,રાજ કરણ,સંસ્કૃતિ અને કાવ્યની અંતિમ સીમાને લઈ જ્યારે પદ્યની ગુલાબ પાંખડીઓની ભંગિમાનાં દર્શન કરાવે ત્યારે, એ વિષયના વિદ્વાનો ડોલી ઊઠ્યા છે.
ઇકબાલ દર્શન પર અંગ્રેજી,ફ્રેંચ,જર્મની,સ્પેનીશ ,અરેબીક,ફારસી,તર્કી,મલય—વિશ્વની મોટાભાગની મહત્તમ ભાષામાં ઇકબાલને અનુદિત કરાયા છે. અને ઇકબાલિયાત નું દર્શનશાસ્ત્ર દુનિયાની મોટાભાગની યુનિવર્સીટીઓમાં ફિલસૂફીના એક વિષય તરીકે રૂમી અને ગઝાલી સાથે અભ્યાસાય છે. વિવેચનશાસ્ત્ર વિશ્વ સાહિત્યના તમામ સર્જનનું પરિમાણ રહ્યું છે.પરંતુ ઇકબાલિયાત એક એવો વિષય બની ચૂક્યો હતો કે એનાં પર વિશ્વનાં મોટા મોટા વિદ્વાનોએ ભાષ્ય લખ્યા. અરબી,ફારસીઅને ઉર્દૂનાં મહાન ભારતીય વિદ્વાન સૈયદ અબુહસનઅલી નદવીએ એમના કાવ્ય દર્શન પર અરબી ભાષામાં “રવાએ ઇકબાલ”નામનો ગ્રંથ લખ્યો.અંગ્રેજી સહિત વિશ્વની દસ બાર જેટલી ભષામાં એનો અનુવાદ થઈ ચૂક્યો છે.ઉર્દૂ અનુવાદ,”નકૂશે ઇકબાલ.” અને અંગ્રેજીમાં “ગ્લોરી ઑફ ઇકબાલ” ઘણાં લોક પ્રિય અને આવકારદાયી બન્યા છે. ઉર્દૂ અરબીના મહાન વિદ્વાન મૌલાના ગુલામ રસૂલ મહેર સાહેબે એમના પ્રથમ ઉર્દૂ કાવ્ય સંગ્રહ “બાંગે દરા” પર ભાષ્ય લખ્યું છે.પ્રો.નીકોલસનનો ઉલ્લેખ ઉપર થઈ ચૂક્યો છે.
જ્યારે પ્રારંભિક અવસ્થામાં ઇકબાલ એક વેળા હતાશાની પળોમાં લેખન કાર્ય છોડી દેવા માંગતા હતા અત્યારે ઉર્દૂ,ફારસીના અભ્યાસી અને વિદ્વાન પ્રોફેસર.ઓરનાલ્ડે એમને એવું કરતાં રોક્યા.અને ચેતવણી આપી કે ,એવું કરશો તો વિશ્વ એક દર્શનશાસ્ત્ર નો મોટો અધ્યાય ગુમાવી દેશે. સ્વામી રામતીરથ – અંજલિના રૂપમાં ઇકબાલની સૂફીવાદ અને દર્શનશાસ્ત્રની અદભૂત નઝમ છે.ટૂંક સમયમાં સ્વામી રામતીર્થ નઝમ પર મૌલાના મહેર સાહેબે લખેલ ભાષ્યનો અનુવાદ અત્રે મુકવાની નેમ છે.
Very good information Wafasheb.
By: dilip Gajjar on 01/19/2009
at 10:50 PM