Posted by: bazmewafa | 01/14/2009

નિમ્મેસભૈની હઝલ*** નિર્મિશ ઠાકર-ગનપટ હુરટીની હઝલ***નિર્મિશ ઠાકર

dari

 

 નિમ્મેસભૈની હઝલ*** નિર્મિશ ઠાકર

 

 જૂની મને રદીફ મળી:કોણ માનશે? 

એમાં હઝલ નવી જ તળી,કોણ માનશે?

  

પાડોશણે તો ચા મહીં નાંખેલ છે નમક

લાગી મને તો બેઉ ગળી,કોણ માનશે?

  

અ જિંદગી ઉપરથી કડક નરમ તળે!

એ હાંડવાની જેમ બળી,કોણ માનશે?

  

સીડીમાં લપસી એમ જાણે પ્રેમમાં પડી

ચશ્મા પડ્યા ને એય ઢળી ,કોણ માનશે?

  

વર્ષો જૂનો એ વાયદો ચૂંબનનો પાળશે?

એ ચોકઠા-સમેત મળી,કોણ માનશે?

  

અર્ધાંગનિ મળી ને પૂરો ખોટમાં ગયો

મારીજ કેડ વાંકી વળી ,કોણ માનશે?

  

દુનિયા ન હસી, દોસ્ત મગજ પણ ગયું

પસ્તાયો છું હઝલને દળી,કોણ માનશે?

 

ગનપટ હુરટીની હઝલ***નિર્મિશ ઠાકર

 

પેલ્લાં એ મને લાયગી પરી , કોણ માનહે?

પન્ની ગયો,    પઠારી ફરી! કોણ માનહે?

 

અર્ઢાંગનિ બનીને મને અઢમૂઓ કયરો!

પૂરી પછી એ માથે ચરી , કોણ માનહે?

 

ઘૂંઘટને મેં ઓપન કયરો,ટો બોયલી કલોઝ કર!

ઉં તો ગીયોતો બોવ ડરી  , કોણ માનહે?

 

લાલી મેં એના હોઠની માયગી,ટી પ્રેમઠી!

આંખો બી એને લાલ કરી  , કોણ માનહે?

 

સુખી ઠવું છ આપડે,કરહો? એ પૂછટી,

ડાયવોર્સની મેં અરજી કરી  , કોણ માનહે?

 

કંકોટરીનું કાલ બી મેટર નીં બદલહે !

છે નામમાંજ ચેંન્જ જરી , કોણ માનહે?  

 

 

 


Responses

  1. Khub hasaavyo mane..Ghunghat me open kayro to boyli premthi, unto geeyo to bov dari kon maanhe ?

  2. વર્ષો જૂનો એ વાયદો ચૂંબનનો પાળશે?
    એ ચોકઠા-સમેત મળી,કોણ માનશે?

    લાલી મેં એના હોઠની માયગી,ટી પ્રેમઠી!
    આંખો બી એને લાલ કરી , કોણ માનહે?

    હા હા હા… બો જ મજ્જા આવી ગૈ નિર્મિશભાઈ… અભિનંદન!
    આભાર વફા સાહેબનો પણ…!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers