
શરમાતું નથી—મુહમ્મદઅલી વફા
એટલેતો મુજથી રોવાતું નથી
દર્દ શુ છે એ જ સમજાતું નથી
આપના એ ઘાવ રહ્યા ફૂલ સમ
તે છતાં આ દર્દ ભુલાતું નથી
બાગનું ગુલ મહોરશે બસ ચાર દિન
પૂષ્પ નકલી કો દિ કરમાતું નથી
એ હશે કેવું વલણ બોદા તણું?
હોય ખોટું તો ય શરમાતું નથી
સાચ ની સંભાળ વસમીછે ‘વફા’
હોય ખોટું એજ ખોવાતું નથી
આપના એ ઘાવ રહ્યા ફૂલ સમ
તે છતાં આ દર્દ ભુલાતું નથી
Very nice…
By: Siraj Thakor on 01/19/2009
at 2:42 AM