મરચાં વઘારે તો…નિર્મિશ ઠાકર

કાવ્ય પીડે વધારે, તો હું શું કરું?
લોક ઊંડું વિચારે, તો હું શું કરું?
હું છું માનવ,છતાં લાગું દાનવ તને !
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?
કેમ નાવિક બનાવ્યો મને, એ કહો!
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?
આંસુઓ ખૂબ મોઘાં અમારાં છતાં-
એ જો મરચાં વઘારે, તો હું શું કરું?
સાંજનું શાક ખાજે તું બ્રેકફાસ્ટ માં!
જો તું આવે સવારે, તો હું શું કરું?
(પ્રતિકાવ્ય શ્રી આદિલ મન્સૂરીની ગઝલ પરથી)
આપના પ્રતિભાવ