Posted by: bazmewafa | 12/18/2008

બીજાઓને શેર, શાયરી સંભળાવવાના અભરખા___મુહમ્મદઅલી વફા

abharkha

બીજાઓને શેર, શાયરી  સંભળાવવાના અભરખા___મુહમ્મદઅલી વફા

                                                             1

મૌલના નિઝામ ગુનવી એક કવિથી ઘણા ત્રસ્ત હતા.તે શાયર રોજ આવીને  મૌલાનાને આઠ દસ ગઝ્લો સંભળાવી જતો.મૌલાના સંસ્કારિતા અને નમ્રતાને લઇ એમની ગઝલો સાંભળતા અને દાદ પણ આપતા. એક વાર તે શાયર મહાશય હજની પવિત્ર ફરજ અદા કરવા રવાના થયા.મૌલાનાને આ આંશિક છૂટકારાથી થોડી રાહત થઇ.

હજ ની યાત્રાપૂરી કરી ,એ એક મોટા કાવ્ય સંગ્રહ સાથે મૌલાના પાંસે ઉપસ્થિત થયો.અને ઘણા ઉલ્લાસથી બોલ્યો:

હઝરત મેં મારા સંગ્રહ ને સાત વખત હજરે અસ્વદ(કાબાનો કાળો પથ્થર)થી  સ્પર્શ્યો છે .હવે આપને મારા સર્જનનો વાસ્તવિક મર્મ પ્રાપ્ત થશે.

મૌલાનાએ કષ્ટદાયી સ્વરે કહ્યું:

’’અરે તમે સાત વખત તમાર સંગ્રહને હજરે અસ્વદ(કાળાપથ્થર)થી ઘસવાને બદલે ખાલી એક વખત આબે ઝમઝમ (પવિત્ર જળ)થી ધોઇ નાંખ્યું હોત તો!’’(કિરન ડાઈજેસ્ટ)

2

એક વાર મુલ્લાં નાસિરુદ્દીન એક નદી કિનારે ઉભેલા હતા.ત્યાં એમણે નદીનાં ઉંડા પાણીમાં એક માણસને ડૂબતો જોયો.મુલ્લાં તરતજ નદીમાં કુદી પડી પેલા માણસનો જીવ બચાવ્યો.

  બહાર કાઢ્યા પછી એને એક ઝાડને નીચે લઈ ગયા. અને કહ્યું હું તને કેટલીક સારી  વસ્તુઓ સંભળાવું છું, તુ શાંતિથી સાંભળ.પેલો માણસ શાંતિથી સાંભળવા લાગ્યો.મુલ્લા નાસિરુદ્દીનની કવિતા કોઇએ આટલા ધ્યાનથી, ભાવ વિભોર થઇ સાંભળી ન હતી. અડધો કલાક ઉપર થઇ ગયો મુલ્લાંની  વાણી નો પ્રવાહ અવિરત ચાલી રહ્યો હતો.

પેલો માણસ જ્યારે થોડો સ્વસ્થ થયો ત્યારે મુલા નાસિરુદ્દીનને કહ્યું:કે મુલ્લાંજી મારી વાત પણ હવે જરા સાંભળો.       

                તમે મને નદીમાં જ્યાંથી ડૂબતાં બચાવ્યો હતો ત્યાં પાછા નાંખી આવો.

 

3        આપણા મૂર્ધન્ય શાયર અમૃત ઘાયલ નવાબો સાથે રહીને નવાબ બની ગયા હતા.અને શાહે સુખનનો રોપ રાખતા હતા.શેખાદમ આબુવાલા સાથે એક વાર રાષ્ટ્રિય પત્રકારો ની મહેફિલમાં પહોંચી ગયા.એમણે મદ્રાસી પત્રકારને ગઝલો સંભળાવવા માંડી. મદ્રાસી પત્રકારને ગુજરાતી શું હિન્દી પણ આવડતું.ન હતું. શેખાદમે ભાષાંતર કરવાનું ડહાપણ કર્યું તો તેને ચૂપ કરી દીધો.તુ ચૂપ રહે.

અને પછી એક વાર હદ તો એ કરી કે પંડિત જવાહરલાલ નહેરુ સાથેની એક મુલાકાતમાંયે એમને ગુજરાતી ગઝલો સંભળાવી.શેખાદમ ને ત્યાંયે બોલવા ન દીધા.

 

 

.

4 -એક મૌલ્વી સાહેબ એક વાર ટ્રેનના  સફરમાં  શાયરીની બલામાં  સંડોવાઇ ગયેલા. વાત એમ બની કે એકખાન સાબ(પઠાન) પણ ડબ્બામાં સાથે પ્રવાસમાં હતા.ગાડીએ સ્ટેશન છોડ્યું

એટલે થોડી વાર પછી ખાન સાહેબે મૌલ્વી સાહેબને પૂછ્યું.

શાયરીમાં રસ ખરો કે?

મૌલવી સાહેબએ કહ્યું કે કેમ નહીં?

ખાન સાહેબે ઇકબાલનો મશ્હુર શેર પોતાના પૂષ્ટુ અંદાઝમાં સંભળાવ્યો.જેણે શેરની હવા સાચેજ કાઢી નાંખી.

શેર હતો:

ખુદી કો કર બુલન્દ ઇતના કિ હર તકદીર સે પહલે

ખુદા બન્દેસે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ.

      (તારી ભાગ્ય રેખા કરતાં પણા તારા આત્મ ગૌરવને એટલું  ઉંચુ કર કે પાલનહાર તને  પોતે પૂછે કે તારી ઈચ્છ શી છે?)

     મૌલવી સાહેબ શાંતિથી શેર  સાંભળી બેસી રહ્યા.કંઇ પ્રત્યુત્તર આપ્યો નહીં .ખાન સાહેબે સામેથી સવાલ પૂછ્યો , કૂછ સમજમેં આયા?

      મૌલવી સાહેબએ કહ્યું !હા હા ઇકબાલનો શેર છે , ઘણો સરસ શેર છે.

ખાન સાહેબે ફરી સ્પષ્ટતા કરતાં કહ્યું નહિ, અસલ તો દુસરા મિસરા હૈ. કે ખુદા બંદેસે શરદીકી મૌસમમેં પૂછતા હૈ કિ તેરી રજાઇ(ગોદડી) કહાં હૈ?

 

5

આપાણી ગુજરાતી ભાષાના ગાલિબ એટલે કે મરીઝ સાહેબ. એમની દશા પણ કફોડી હતી.બે ત્રણ પેગ પાઈને લોકો પોતાને નામે ગઝલ લખાવી જતા. એક મહાશયને એવી ખૂજલી થઇ કે આખો સંગ્રહજ મરીઝ પાંસે લખાવી લઇ છ્પાવી દીધો.. થોડા દિવસ પીઠામાં બેસાડીને આખો સંગ્રહ લખાવી પ્રકાશિત કરાવી લીધો.શૂન્ય પાલનપુરી મુંબઈ સમાચારમાં સાહિત્ય વિભાગમાં કામ કરે, ભાંડો ફોડી દીધો.

ઘણા રસિકો એવાય કે એમની ગઝલો કે શેર વાંચી યાદ કરી લેતા. અને એમનેજ સાંભળાવી દાદ મેળવતા.

અતિશયય મદિરા સેવનથી શેખાદમે એમને એક વાર ટોક્યા તો કહે હું ગુજરાતીનો ગાલિબ કહેવાઉં છું તો ગાલિબ જેટલુંય મારાથી ન પીવાય.શેખાદમ આબુવાલા ઘણા હાજર જવાબી હતા. કહ્યું ભલા માણસ આમ ખૂબ પીધે રાખીશ તો તું પછી ગુજરાતીનો મિલ્ટન થઇ જશે.(અંગ્રેજી કવિ મિલ્ટને પાછલી અવસ્થામાં દ્રષ્ટિ ગુમાવી દીધેલી)

 

6

સુરત રંગ ઉપવનમાં મુશાયરો સંપૂણ બહાર સાથે ચાલી રહ્યો હતો, અને માઈક ખોટકાય ગયું. કવિ મહાશયે એક શેર કહ્યો કે:

આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,

ખોટકાયલા માઈકમાં પહેલો મિસરો સંભળાય ,પણ  બીજો ન સંભળાય..કવિશ્રી વારંવર શેર દોહરાવે પણ બીજો મિસરો સંભળાય નહિ.કંટાળેલા સુરતી લાલાએ સભામાંથી બીજો મિસરો પૂરો કર્યો.

 આયનામાં જોઉં છું તો એમ મને થાય છે,

ઠોબડું દેખાય છે શેર કયાં સંભળાય છે.?


Responses

  1. Dear Wafa, સાવ સાચુ વફા..કવિઓથી લોકો દૂર ભાગે છે..ઘણા સમેલનો શોક્સભા જ હોય છે..મને નદીમાં પાછો નાંખી આવો..મુલ્લા નસરુદ્દીન્ સાચુ કહે છે.એક કવિએ બીજાને સ્સ્તામાં રોકી લાંબી ગઝલ સંભ્ળાવી દીધી..પછી તે તરત ભાગ્યો તેની પાછળ સાંભળનાર પણ તરત ભાગ્યો..પણ હાથ માં આવતાં બોચી પકડી બોલી ઉઠ્યો,…

    તું સાલ્લા મુજે અપની પુરી ગઝલ સુના ગયા
    જબ મેરી બારી આઈ તો ફોરન ભાગ ગયા !!!!!

    દિલીપ ગજ્જ્ર

    bedaar saheb ne phonthi vaat thai aapni comment pan temni paase PC nathi.. I have set my first page wsagatam thanks for suggestion..
    dilip

  2. હું કવિ છું, તમે?

    હું બહેરો છું!

  3. પુરાણી યાદોને રંગીન મિજાજમાં પીરસીને વફા સાહેબે રંગ લાવી દીધો.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers