Posted by: bazmewafa | 12/07/2008

ઇસ્લામ અને મોબાઈલ—ડૉ.મેહબુબ દેસાઈ_

ઇસ્લામ અને મોબાઈલ 

 

mobile

 

ઇસ્લામને અપરિવર્તન, ચુસ્ત અને જમાના સાથે ન ચાલનાર મજહબ કહેનાર માટે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ અને વિના મૂલ્યે ઉપલબ્ધ નાનકડી પુસ્તિકામોબાઈલના મસાઈલ’ (સંપાદક : મુશ્તાક યાકુબ આલિબ, પ્ર. દારૂલ કુઆર્ન વલ્હદીષ, ટંકારિયા, જિ. ભરૂચ) વાંચવા જેવી છે. મોબાઈલ આજના યુગની અનિવાર્યતા છે. જીવન જીવવા માટેનું અગત્યનું માઘ્યમ છે. ગરીબ-અમીર, સ્ત્રી-પુરુષો સૌના જીવનમાં આ નાનકડું સાધન અવિભાજય અંગ બની ગયું છે. ત્યારે ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપતી પુસ્તિકા ધાર્મિક શિક્ષણ સંસ્થા તરફથી પ્રકાશિત થાય, એ બાબત જ ૨૧મી સદીમાં આધુનિક માઘ્યમો દ્વારા કદમો માંડવા ઇસ્લામ અને તેના અનુયાયીઓ તત્પર છે, તે દર્શાવે છે.

મોબાઈલના મસાઈલઅર્થાત્ મોબાઈલની સમસ્યાઓમાં ઇસ્લામનાં મૂલ્યો સાથે મોબાઈલનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પુસ્તિકામાં આપવામાં આવેલ કેટલીક હિદાયતો જાણવા જેવી છે.

મોબાઈલ પર વાતચીત કરતી વખતે પ્રથમ સલામ કરીને પોતાનું નામ બતાવી દેવું જોઈએ.

મહંમદ સાહેબ (સ.અ.વ)એ ખુશ કલામી (મધુરભાષી) પસંદ ફરમાવી છે. માટે જેની સાથે પણ મોબાઈલ પર વાત કરો, મીઠાશ અને નરમ સ્વરે કરો.

ફોન-મોબાઈલ પર વાતચીત અસ્સલામો અલયકુમથી કરવી. ગેરમુસ્લિમ સાથે તેમના સંબોધનના શબ્દોથી વાત કરવી.

જો કોઈ માનવી કામની સક્રિયતાને કારણે મોબાઈલ ન ઉઠાવે તો ખરાબ ન માનવું જોઈએ. તેને ગર્વ કે અભિયાન ન સમજવું જોઈએ.

રિંગટોનનો હેતુ એ બાબતની જાણકારી આપવાનો હોય છે કે કોઈક તમારી સાથે વાત કરવા ઇરછે છે. આ હેતુ માટે મોબાઈલમાં એવી રિંગ ડાઉનલોડ કરવી, જેમાં કુરાને પાકની આયાત અથવા અલ્લાહ અકબરનો અવાજ (અજાન) નીકળે તે યોગ્ય નથી. અલ્લાહના નામેને કોલની જાણ માટે વાપરવું તે અલ્લાહતઆલાના નામની અઝમત (આદત) વિરુદ્ધ છે.

મસ્જિદમાં (અલ્લાહના ઘરમાં) મોબાઈલ ચાલુ રાખવો તે મસ્જિદના અનાદર સમાન છે.

મોબાઈલ ચાલુ રાખી નમાજ પઢવાથી ચાલુ નમાજમાં રિંગ વાગવાથી નમાજમાં ખલેલ પડે છે. એટલે નમાજ પૂર્વે મસ્જિદમાં મોબાઈલ સાઇલન્ટ કરી દેવો જોઈએ.

મસ્જિદમાં મોબાઈલ પર નમાજ પછી દુન્વયી વાત કરવી યોગ્ય નથી. જો દીની (ધાર્મિક) વાત કરવામાં આવે તો પણ અન્યને ખલેલ ન પડે તેમ ધીમેથી કરવી.

મોબાઈલમાં ફઝર (સવાર)ની નમાજ માટે ઊઠવાના હેતુથી અજાનનો એલાર્મ મૂકવામાં કશો વાંધો નથી, પરંતુ મોબાઈલની રિંગમાં અજાન ફિટ કરવી એ અયોગ્ય અને બેદઅદબી છે.

કેમેરાવાળા મોબાઈલથી વાત કરવી તથા તેને વાપરવો હરામ નથી, પરંતુ તેનો અયોગ્ય ઉપયોગ નાજાયઝ છે.

મોબાઈલ પર નોકરી કે ફરજના સમયે બિનજરૂરી વાતો કરવી યોગ્ય નથી. જો અત્યંત જરૂરી વાત હોય તો તે ટૂંકમાં કરી લેવી જ યોગ્ય છે.

મોબાઈલ કે ફોન પરની સાક્ષી માન્ય નથી.

મોબાઈલ દ્વારા અફવાઓ ફેલાવવી, ગુનાહિત અનૈતિક વાતો પ્રસારવી ગુનો છે.

મોબાઈલ જાયઝ (યોગ્ય-નૈતિક) કાર્યોમાટે ઉપયોગી હોવાથી તેના વેચાણનો વ્યવસાય, તેના સમારકામનો વ્યવસાય હલાલ ગણાશે. ૨૧મી સદીના નાનકડા સાધન મોબાઈલ અંગે સાડા ચૌદસો વર્ષ પૂર્વેનો મજહબ ઇસ્લામ અને તેના ચુસ્ત મનાતા મૌલવીઓ આવી સુંદર અર્થસભર હિદાયતો વ્યકત કરતી પુસ્તિકા સમાજમાં મૂકે ત્યારે સારચે જ ઇસ્લામને માનવધર્મ કહેનાર સૌ મહાનુભાવો માટે માન થઈ આવે છે.

http://mehboobdesai.blogspot.com/ 

 

http://mehboobudesai.wordpress.com/ 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers