
શ્વાસો ખૂટી ગયા***ભગવતીકુમાર શર્મા
આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.
ભીની હતી જો આંખ તો જિવંત રહી ગઇ
રેતીમાં પડતાં વેંત મરી માછલી ગઈ.
શ્વાસો ખૂટી ગયા અને મિંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.
તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, ઘર ગયું તારી ગલી ગઈ.
બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારીએ આંગળી ક્યાં લાગણી ગઈ.
લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ.
આવ્યો ચું કંઇ સદી પછી તારે આંગણે
ગાળી,તી ચાર ક્ષણ તેમને ઓલખી ગઈ.
સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ..
આપના પ્રતિભાવ