
તઝમીન એટલે શું? મુહમ્મદઅલી વફા
શ્રી આશિત હૈદ્રાબાદી ગઝલ શીખવી છે?પુસ્તકમાં તઝમીન અરબી શબ્દની સમજુતિ આપતાં કહે છે કે: તઝમીન એટલે કોઇને પોતાના શરણમાં લેવું અથવા બે મિસ્રા(કડીઓ) પર પોતાના ત્રણ મિસ્રા ઉમેરવા.
કોઇ આખી ગઝલ લઇને તઝમીન કરો,કે કોઇ શાયરની ગઝલના વધુ ગમતા એક,બે અથવા વધારે શેરો લઇને અથવા આખીને આખી ગઝલ પર તઝમીન કરી શકાય છે.તઝમીન કરનાર શાયર પોતાના ત્રણ મિસ્રા એ રીતે ઉમેરે જે મૂળ ભુત શેર ના પ્રથમ મિસ્રા પ્રમાણે એનો રદીફ અને કાફિયા વજન (બહર) સહિત સંપૂર્ણ સચવાવો જોઇએ.
મત્લાઅની તઝમીન આસાન છે. કારણ્કે એમાં બન્ને મિસ્રામાં કાફિય અને રદીફ નિયત છે.તેને બંધ બેસતા કાફિઇયા લઇ ત્રણ મિસ્રા ઉમેરવાના હોય છે. આ મિસરા જોડતી વખતે મૂળ શેર ના ભાવ,ચારોઅને સંદેશને અનુરૂપ ત્રન મિસ્રા કહી તેને વધુ દ્રઢ કરી એક નવોજ ઓપ આપવાનો હોય છે.અને એનાથી મૂળ શેરની ખૂબસુરતી અને નિખારમાં વધારો થવો જોઇએ.
તઝમીનમાં મત્લાકે મત્લાએ ઉલાનાં શેર કે શેરો સિવાયના શેર કે શેરો પર તઝમીન કાળજી માંગી લે છે. પહેલા મિસ્રાપર તઝમીની મિસ્રા લગાવવાની જગ્યાએ બીજા મિસરા પર તઝમીન કરી દેવાય.આ રીતે કરવું યોગ્ય છ એ કે નહિ કોઇ પિંગળ પંડિત જણાવી શકે.
તઝમીનમાં મૂળ શેર ઉપર લગાવેલ ત્રણ મિસરાઓ એ શેરમાં ઓત પ્રોત થઇ ગયા હોય કે ,એવું લાગે આ પંચ પદી મૂળ શાયરેજ કરેલ છે.સાંધણ છે એવું મહેસૂસ થતાં રોકવું જરૂરી છે.
ઉદાહરણ ખાતર જ.રાઝ નવસારવી અને જ.આશિત હૈદ્રાબાદીએ આપેલાં એક એક શેરની તઝમીન માણી લઇ એં.
તઝ્મીન: _સૈયદ ‘રાઝ’ નવસારવી.
છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી(સીરતી)
મર્હુમ સીરતી સાહેબનો આ મત્લાનો શેર હોય ,એમાં તઝમીન કારે એ શેરમાં કહેલ રદીફ અને સમાંતર કાફિયા લેવા પડયો છે.
મને એક ખ્યાલ થઇ બેઠો હસીને હું હસાવું છુંૢ
ખર એ ના રહી છાનું રડાતું જાય છે નિત્યે.(ડૉ.બટુક રાય પંડ્યા)
તઝમીન—આશિત હૈદરાબાદી
કોઇ મુરશિદ ફકીરોને ચરણ મસ્તક નમાવું છું,
કદી રંગાઈ જઇને નવી રંગત જમાવું છું
અનોખા સ્વપ્નની એવી અલગ દુનિયા વસાવું છું
મને એક ખ્યાલ થઇ બેઠો હસીને હું હસાવું છું
ખર એ ના રહી છાનું રડાતું જાય છે નિત્યે.
આ ગઝલમાં જાય છે નિત્યે એ તુકાંત(રદીફ) છે.અને રડાતુંનો તું વાદી કાફિયામાં આવે છે.જયારે આ શેર પર તઝમીન કરી ત્યારે જ.આશિત હૈદરાબાદી પ્રથમા મિસરાના છું ને રદીફ બનાવ્યો અને હસાવું પર વજન આધારિત કાફિયા સર્જ્યો. નમાવું,જમાવું,વસાવું.એમાં વું વાદી કાફિયા બન્યો.
કોઇને અલગ રીતે રદીફ, કાફિયા કરવો હોય તો હું હસાવું છું ને રદીફ તરીકે લઈ હસીને શબ્દના વજન પર કાફિયા સર્જી તઝ્મીન કરી શકે છે.
Analysis of “TAZMEEN” would provide worthwhile assistace to young and NAVODIT shayars and also to those who wants to know more about TAZMEEN-
Siraj Patel “Paguthanvi”
By: siraj patel paguthanvi on 11/24/2008
at 12:32 PM