મુકતકત
વાતાવરણમાં મ્હેક ભળે તેમ ભળીશું
રંગીન આ ચમન અમે ખુશ્બુથી ભરીશું
સંસ્કારનું સિંચન તો મહોબ્બ્તની મદિરા
ગુલશનને ગુજતું અમે ગીતોથી કરીશું
પ્રેમ બસ પ્રેમ—મહેક ટંકારવી
પ્રેમ ,બસ પ્રેમ તું કરી તો જો
પ્રેમ ખાતર જીવી,મરી તો જો
હું ય ઓગળશે, તું ય ઓગળશે
પ્રેમનું તાપણું કરી તો જો
કોઇ સીમા નહીં નડે તુજને
પ્રેમ થઇને તું વિસ્તરી તો જો
કંઇક જુદીજ એની મસ્તી છે
પ્રેમ રસ પ્યાલીમાં ભરી તો જો
ઝેર પણ થઇ જશે મહેક અમૃત
પ્રેમથી હોઠે ધરી તો જો
yor a best sayri
By: shailesh on 07/26/2009
at 1:06 AM