


(બોલ્ટન-યુ.કે.ના ત્રિભાષી મુશાયરામાં પોતાની ઉર્દૂ,ગુજરાતી રચના રજુ કરી રહેલ મુહમ્મદઅલી વફા .જમણી બાજુએ સિરાજભાઇ અને યાકુબભાઇ’મ્હેક’દ્ર્શ્યમાન છે. ફોટો- શ્રી દિલીપભાઇ ગજર)
ગ્રેટ બ્રિટન નો ભવ્ય ત્રિભાષી મુશાયરો—બઝ્મ
તારીખ :19મી ઓકટોબર 2008નાં રોજ બોલ્ટન (યુ.કે)માં એક ભવ્ય ત્રિભાષી(ગુજરાતી,ઉર્દૂઅને અંગ્રેજી)મુશાયરો ,બોલ્ટન મુસ્લિમ કોમ્યુનિટી સેંટર- માં યોજાયો.જેમાં ગુજરાતી,ઉર્દૂઅને અંગ્રેજીના 35 જેટલા કવિ,કવિયત્રીઓએ ભાગ લીધો(અંગ્રેજીના આશરે 15 જેમાં આઠ જેટલા 8થી13 વર્ષ ધરાવતા વિદ્યાર્થી કવિઓ,ચાર ઉર્દૂ કવિઓ અને 22 જેટલા ગુજરાતી કવિઓ)હતો.
મુશાયેરાની શરુઆત ગુજરાતી રાઈટર્સ ગિલ્ડના પ્રમુખ પ્રોફેસર મ્હેક ટંકારવીના છટાદાર અંગ્રેજી સંબોધન સાથે થઈ હતી.
તે પછી ગિલ્ડનાં જનરલ સેક્રેટરી જનાબ સિરાજ પટેલના કાવ્ય સંગ્રહ ‘લંડન થી સ્નેહ સભર સોગાત’નું વિમોચન બોલ્ટન યુનિ.યુ.કે.ના ક્રીએટીવ રાઈટીંગસ અને આર્ટસ ના સીનિયર લેકચરર અને મુશાયરાના ગેસ્ટ ઓફ ઓનર મી.માર્ટીન થોમસન ના વરદ હસ્તે થયું હતું.
જનાબ સિરાજભાઇની સાહિત્યિક અને સામાજીક સેવાઓને વિવિધ કવિઓ અને લેખકો તરફથી ખૂબ બિરદાવવામાં આવી હતી.
મુશાયરાની શરૂઆત અંગ્રેજીમાં ભાઇ જનાબ ઇમતિયાઝ પટેલનાં કુશળ અને કાબિલે દાદ સંચાલનમાં થઇ હતી.પોતાના સંચાલના વકતવ્યમાં સમયની તંગીને ધ્યાનમાં રાખી પોતે ઓછું પણ પ્રભાવ શાળી બોલી કવિઓને મુખ્ય સમય આપ્યો હતો.બાળ કવિઓએ પોતાનાં કાવ્યોમાં બ્રિટન અમારું જન્મ સ્થળ અને વતન છે ,તે વિષયને આવરી લઇ,સુંદર અંગ્રેજી કવિતાઓ રજુ કરી
ખૂબ દાદ મેળવી હતી.
અંગ્રેજી કવિઓમાં ગેમા ઓ’નીલ,સીન કવાનાઘ,માર્ગ્રેટ થોર્નલી,જુલિયન જોર્ડન,ડેરેન થોમસ અને અન્ય ઘણા પ્રભાવશાળી રહ્યા હતા.
અંગ્રેજીનો દોર પૂરો થતાં ઉર્દૂ શાયરોએ રમઝટ બોલાવી.ભારતથી પધારેલા ડૉ.શકુર,પાકિસ્તાનથી પધારેલ સલીમ અખ્તર ,સાબિર રઝા અને ટોરોંટો,કેનેડા નિવાસી મુહમ્મદાઅલી વફા એ પોતાની ગઝલો રજુ કરી સભામાં રંગીની ફેલાવી હતી.
તે પછી ગુજરાતી ગઝલના શિરોમણી રણકો અને ટંકારના કવિ અને સૌમ્ય વિવેચક ડૉ.અદમ ટંકારવીએ સંચાલન હાથમાં લઈ માતૃ ભાષા ગુજરાતીની મીઠાશને ઘોળી અને એની મોગર મ્હેકને ફેલાવી.કવિઓની સંખ્યા આનંદ જનક હોય દરેક કવિને એકજ રચના સમજુતિ આપ્યા વિણ સંભળાવવાની હતી.આથી બધા કવિઓએ સંપૂર્ણ તૈયારી સાથે પોતાની એક એક રચના દબ દબા ભેર સંભળાવી હતી.સુફી મનુબરીએ હાસ્ય રસની છોળો ઉછાળી,રમૂજનું રમખાણ સર્જયું.ડૉ.અદમ ટંકારવીની કુનેહ ભરેલ સમતોલ સંચાલને મુશાયરાને ચાર ચાંદ લગાવી દીધા.સિરાજ ભાઇ,હારૂન ભાઇ,શબ્બીર કાજી,દિલીપ ગજ્જર,પ્રેમી,દાજીૢપથિકતેમજ બ્રિટનાં ખુને ખુણેથી આવેલા ગરવા ગુર્જર કવિઓ બધા ખૂબ જામ્યા. પ્રો.મ્હેક ટંકારવીએ પોતાની આગવી છટાથી તસવ્વુફી ગઝલ તરન્નુમથી ગુંજાવી.અહદભાઇ ગુલ(ઓ.બી.ઈ)પોતાની ધીર ગંભીર અને ધારદાર શૈલીમાં પોતાની ધીર ગંભીર અને ઉંડાણ સભર ગઝલ રજુ કરી બધાને મુગ્ધ કરી.દીધા.
ડો.અદમ ટંકારવીનું તો પુછવુંજ શુ ?ગઝલને રમાડી,ઉછાળી,હૈયા સરસી ચાંપી અને ચંપાવી.
સમય બધાનેજ ઓછો પડયો.પણ સાંજના છ વાગ્યે શારૂ થયેલ આ કાર્યક્ર્મ રાતના અગિયાર વાગ્યે પણ સમાપન માટે તૈયાર ન હોતો.પરંતુ સમાપન કરવું પડ્યું.
કોમ્યુનીટી હૉલ અતિશ્યોકતિ વગર ચિકાર ભરેલો હતો. બે ત્રણ ડઝન માણસોએ બેસવાની જગ્યા ન મળતાં સતત ઉભા રહી કાર્યક્રમ માણયો.અને ગિલ્ડે આવતા વર્ષે બ્લેકબર્નમાં મોટા હૉલમાં કર્યક્રમ યોજવાની જાહેરાત કરી.
આવા ભવ્ય અને રોમાંચકા ત્રિભાષી મુશાયરો યોજવા બદલ ગિલ્ડને જેટલાં અભિનંદન આપીએ એટલા ઓછા છે.
મુશાયરામાં રજુ થયેલ અંગ્રેજી કાવ્યની કેટલીક કાવ્ય કણિકાઓ:
Dad’s ladder_Lynda Brooks
I have dad’s ladders now
Thou they are not used much
They are indispensable
Any time I like I can run
A finger over the past
Why can’t __ julian Jordan
Why can’t we all be just nice?
I don’t like pornography, it’s rude
Or people who talk through their food
Those who don’t wipe their feet
Men who spit in the street
Or next to old ladies,talk crude
Oh! Why can’t we all be just nice?
Yes,
Why can’t we all be just nice?
So the world could be happy and free
We would all be o.k.
For ever and a day
If you could all just be nice _like me
My grand ma__Gemmaa O’neil
My grandma painted her eyes brows on
And lived in a palace full of gold
She had turret like Rapunzel
And maybe a horse and carriage
Un marked grave by a tree— sean kavanagh
Burry me in Pennien earth
Beneath a line of loam
Reclining in a cardboard box
Until my bones grow cold and old
Sabrina Patel Age:12
My country is Great Britain
Filled with cute little kittens
We are all friends here ,not a single foe
so come and join us ,is it yes or no?
From where I obtain copy of poetry book of Siraj Patel? I have resently published book on ‘Jersey City’ under series of ‘Images of America’. This is avaialable from chirag@desai.net [http:desai.net/book] 71,Browers St, Jersey City, NJ07307-2001 [P] 917-512-2630 at the cost of $2/- only.
By: Mukund Desai "MADAD": on 11/17/2008
at 2:02 PM