ઉદાસી અજાણી – મનોજ ખંડેરિયા
પ્રવેશે છે ત્યાંથી ઉદાસી અજાણી
જીવનની સપાટી હશે ક્યાંક કાણી
અચાનક હું નીંદરથી જાગી પડ્યો છું
મને કોઇ સંભળાતી આકાશવાણી.
ઉપર મૌનની ધૂળના લાખ થર ને
ભીતર સળવળે રાફડાનીજ રાણી.
હવે કોણ પોપટની જઇ ડોક મરડે
’કે કલકલ ફરી થાય જીવંત વાણી.
હવે હુંફની હોડીમાં સહુને લઇ લો
પ્રલય જેવું ચોમેર પાણીજ પાણી.
આપના પ્રતિભાવ