
રૂબાઈયાતે ‘મરીઝ’
1
થયું મોડું છતાંયે કામ થયું
સૌના મોઢામાં રામ રામ થયું
સઘળા સદગત મને કહેછે મરીઝ
ચાલો મૃત્યુ પછી તો નામ થયું.
2
આ દુનિયાના લોકો આ દુનિયાની રીત
કદી સાચા માણસને ફાવે નહિ
જીવો તો કરે દાટવાનીજ વાત
મરો તો દફન કરવા આવે નહિ.
3
દુ:ખ દરદની તદબીર દિલાસા ન થયા
નિષ્પ્રાણ પ્રયાસો કદી ઈચ્છા ન થયા.
વધતો નથી આભાસ હકીકતથી કદી
સ્વપ્નાઓ કદી નીંદથી લાંબા ન થયા.
4
તકદીરના તાબામાં હજી રહેવું છે
ચાહકોના પડખામાં હજી રહેવું છે
બરબાદી હજી પુરી થઈ નથી મારી
વિષ્વાસની દુનિયામાં હજી રહેવું છે.
બહું જ સરસ, આલોકની આ વાત સાચી છે.
આ દુનિયાના લોકો આ દુનિયાની રીત
કદી સાચા માણસને ફાવે નહિ
જીવો તો કરે દાટવાનીજ વાત
મરો તો દફન કરવા આવે નહિ.
By: Babu Patel on 11/14/2008
at 2:08 AM