
તરંગો હસી પડ્યા— શેખાદમ આબુવાલા
સાગર હસી પડ્યો અને તરંગો હસી પડયા
પૂનમની ચાંદનીનાં ઉમંગો હસી પડયા.
નાચી ઉઠી સુગંધ ને ઝૂમી ઉઠ્યો પવન
તમને નિહાળી ફૂલના રંગો હસી પડયા.
એ મશ્કરી હશે કે ગમની તિવ્રતા
રડતી શમાંને જોઇ પતંગો હસી પડયા
આ પણ ગજબ કરી છે તમે હસ્તગત કલા
ધીરજ તમારી જોઇને જંગો હસી પડયા
મસલત કરી રહ્યા હતાં મૃત્યુ ને આંસુઓ
નાદાના જિંદગીના ઉમંગો હસી પડ્યા.
ના અન્યથી તો અશ્રુથી ખોળો થયો સભર
એ જોઇને ઉદાસ ઉછંગો હસી પડ્યા.
સંગોની ઘટામાં નિહાળી રૂપેરી કોર
પાગલ કવિના મનમાં તરંગો હસી પડયા
ઝેરી નથી ને મારી શકે છે કમાલ છે
લહેરાતી લટ નિહાળી ભુજંગો હસી પડયા
પડખું ફરીને એને કહ્યું કંઇક કાનમાં
થંભી ગયા પવન ને પલંગો હસે પડયા.
good.
By: Mukund Desai "MADAD": on 11/16/2008
at 11:18 AM