યાચના**ડૉ.મુહમ્મદ ઇકબાલ
હે રબ! ખુદા ! મને મારા સીનામાં એક સજાગ ,ખબરદાર દિલ આપ.
શરાબમાં હું નશો જોઇ શકું એવી નજર આપ.
તારો આ શ્વાસ કદી બીજાઓના શ્વાસે જીવ્યો નથી,તેને ઊઘડતી ઉષા જેવી પ્રભાવકારી આહ આપ!હું ધોધ છું,મને કોઇ ક્ષીણ પ્રવાહી સરિતા સાથે જોડ નહીં,મને કોઇ ગિરિકંદરા ,ખીણનું ક્રીડા ક્ષેત્ર આપ !
અગર તું મને કિનારા વિહોણા સાગરનો હરીફજ બનાવે તો ,મને મોજાંની સાથે મોતીની શાંતિ પણ આપ!
માર ગરુડને તેં ચિત્તાના શિકાર માટે છોડી તો મુક્યો ,તો હવે હું હરમના પક્ષીઓનાં શિકાર કરવા માટે નીકળ્યો છું,મારું નહી છૂટેલું તીર અચૂક નિશાન તાકે ,વીંધે એવું કર.
મારી માટીને મારા અસ્તિત્વને દાઉદનાં ગીતનાં નૂરથી ચમકાવી દે.મારા એક એક ક્ષણને અલગારીની પાંખ આપ!
( ઝબૂરે આઝમ અનુ.જનાબ આચાર્ય ‘મસ્ત’ મંગેરા સાહેબ)
સારી યાચના
By: Mukund Desai-"MADAD" on 10/24/2008
at 11:43 AM