Posted by: bazmewafa | 08/18/2008

રફીના અવાજને દફનાવી શકીશું નહીં*****શેખાદમ આબુવાલા

(ડીસેંબર 24,1924___જુલાઇ31.1980 )

 રફીના અવાજને દફનાવી શકીશું નહીં*****શેખાદમ આબુવાલા

ગૌરંગ વ્યાસે મને કહ્યું : હું માનતો નથી રફીસાહેબની ખોટ પુરાઇ શકશે. એમના અવાજ્માં જે તાકત હતી તે પેદા કરવી મુશ્કેલ છે.

       ગૌરાંગ સંગીતકાર છે, અને એ જાણે  છે કે કોનું ગળું કેટલું પ્રણવાન છે,.અને કોનો કંઠ કેટલો કમજોર છે………

ગૌરાંગે જે વાત કરી તે જ વાત એજાઝ હુસૈને પણ કરી…યુનુસ મલિક જેવા ઉસ્તાદના જોડીદાર એજાઝ હુસૈને કહ્યું:અબ ઐસી આવાઝ શાયદ હી મુમકિન હો…..

 

એજાઝહુસૈન પણ સંગીતકાર છે અને રફી સાહેબના ગામના જ છે.ગૌરાંગ વ્યાસ પણ સંગીતકાર અને રફી સાહેબના ક્ષેત્રના જ છે.બન્નેએ એકજ  દિવસ જે વાત કરી તે એક સર્ખીહતી…..

    ગૌરાંગ અને એજાઝ સિવાયના અસંખ્ય માણસોએ મને એજ વાત કરી કરી જુદાં જુદાં ગીતો યાદ કરીને-જુદી જુદી ગઝલો નઝમો સ્મરીને….

      રફીએ કેટલું બધું ગાયું છે ! એક બાજુ લતાજી હતાં, બીજી બાજુ રફી સાહેબ હતા. એકના ગળામાં ચાંદની હતી, બીજાના ગળામાં સૂરજનો તાપ હતો… હવે એ તાપ રહ્યો નથી ,સંતાપ રહી ગયો છે…

  મને પહેલ વહેલા નૌશાદ રફીને લઇ ગયા હતા.અને નૌશાદ પાંસે મને બદરી કાચવાલા લઈ ગયા હતા. અને પછી જયારે પણ હું યુરોપથી હિન્દુસ્તાન આવતો ત્યારે ઓછામા ઓછું ત્રણેક વાર તો રફીને મળતો જ મલતો.મોટે ભાગે હું ભારત આવતો ત્યારે રમઝાન શરીફના મહિનામાં આવતો. ,ત્યારે રફી સાહેબ તો રોઝા રાખતા અને તત્સંબંધી તમામફરજો અદા કરતાૢ પણ બહુ હેતથી મને કહેતા :શેખ સાબ આપ જરૂર ચાય પિજીયે.,જોકે તે વખતે મને રફી સાહેબની ઘરની ચાય પીતી વખ્તે શરમિન્દગીનો અહેસાસ જરૂર થતો…..

રફી સાહેબને તમે બે ધડક શરાફતકા પુતલા કહી શકો છો.એક તો રફીક સાહેબ વ્યસન મુકત હતાઅને તમે જો સંગીતને વ્યસન ગણતા હો તો એ તદ્દન વ્યસન મુક્ત નોતા.એમના મ્યુઝિક રૂમમાં વ્યવસ્થિત રીતે ચારે કોર દીવાલોને ફરતે ગોઠવાયેલી રેકર્ડો જોઇને મારા ગણિતને ચક્કર આવી ગયેલા…

રફી  સાબ યે સારે રેકોર્ડ આપકે ગાયે હુએ હૈં? -મે રફીને પૂછ્યું હતું.ત્યારે એમણે સહેજ પણ છાતી ફુલાવ્યા વિના સાવ વિનમ્ર સ્વરે જવાબ આપ્યો હતો:જી,હાં !

હું જર્મન રેડિયો ધિ વોઇસ ઓફ જર્મનીનાં હિન્દી કાર્યક્રમમાં દર  રવિવારે એક પ્રોગ્રામ કરતો હતો,આપકી ચિઠ્ઠી મિલી, આપકી ફરમાઇશ-તેને કારણે મને જે પત્રો મળતા તે મને જર્મનીમાં બેઠાં બેઠાં ભારતમાં કયા ગાયકનો ઘોડો વીનમા છે તેની જાણ કર્યા કરતા હતા…

 

  એક વાર મૈં રફી સાહેબને ,મુબઇ આવ્યો હતો ત્યારે પૂછ્યું હતું : માફ કીજિયે રફી સા,લેકિન માલુમ હોતા હૈ કિ ઇસ વકત કિશોર સાબ જ્યાદા ચલ રહે હૈં.

મને એમ હતું કે રફીનો ચહેરો બસુરો થઈ જશે ,પણ ના !એવું કશું થયું નહિ,અત્યત સહજતા અને સાહજિકતા સાથે એમણે મને કહ્યું જી હા,આપ બજા ફરમાતે હૈં.ઇસ વકત કિશોર સા,બ ખૂબ ચલ રહે હૈં…..,

જોકે કારનમા રફીના સાળા સેક્રેટરી-મેનેજર  ઝહીર બારી રફીસાહેબની લાંબી વિદેશ યાતાઓની વાતે ચડી ગયા હતા.

એક વાર મેં રફી ને પૂછ્યું આપકા કોનસા રેકોર્ડ સબસે જ્યાદા બિકા હોગા.? ત્યારે એમણે રમઝાનની બરકતની રેકોર્ડની વાત કરતાં મને કહ્યું હતું કે એક દૂધ વાળો ( કદાચ આમાં મારી ભૂલ થતી હોય)એ કિસ્સો લઇને આવેલો અને તે હું ગાઉં એવી આજીજી ભરી વિનતી કરી હતી.રમઝાન શરીફ માટે એ ચીઝ હકીકતમાં કરામત(ચમત્કાર) સાબિત થઈ.

-હજી પણ ફકીરો ગાય છે, તે તરઝમા ગવાયેલી રમઝાન કી બરકત મુસલમાનોનેજ નહિ પણ બિનમુસ્લિમોની પણ આંખો ભીની કરી દે છે.

 

એક બે વાર રફી મને પોતાના રેકોર્ડીંગમાં પોતાના મહેમાન તરીકે લઈ ગયા હતાએક વાર બિખરે મોતી  ફિલ્મના નાં રેકોર્ડીંગમાં , બીજી વાર કિશોર સાહુની ધૂન્દ ફિલ્મના એક ગીતના ધ્વનિ મુદ્ર્ણ વખતે.

બિખરે મોતીમાં લતા સાથે એક ડ્યુએટ હતું..લક્ષ્મી-પ્યરેનું સંગીત હતું..

અને મજરૂહનું ગીત હતું.,ટૈક શરૂ થયો ત્યારે તેને કઇ કેટલી વાર અધવચ્ચે અટકાવવો પડ્યો,ક્યાંક કોઇનું કોઇ કઇક ભૂલ કરી બેસતું.એ પછી લતાજી હોય કે ઓરકેસ્ટ્રાનો કોઇ મ્યુઝિશ્યન હોય.

 

પણ તે દિવસે રફીને કારણે એક પણ ટેક અટક્યો ન નોતો.જેટલા રીટૈક થયાતે રફીનાં કારણે તો  નહીં જ…

 

રફી સાહેબની એક ઇચ્છા હતી ,જે એમણે મારી સામે વ્યકત કરી હતી:મેં યું તો કિસી ભી જબાનમેં આસાનાસે ગા લેતા હું, મેરા એક એલ.પી…હરિન્દર ચટ્ટોપાધ્યાયને લિરિક લિખ્ખે હૈં.આપ મેરા યે રિકોર્ડ સુનિયેગા ઔર દેખિયેગા કિ મેરે અંગ્રેજી તલફ્ફુજ કૈસે હૈં. મેરી ખવાહિશ હૈ કિ મેં જર્મન જબાનમેંભી એક ગીત ગાઉં,મૈં ઓકટોબરકે દોરાન યુરોપ આને વાલાહું,મુમકિન હો તો આપ જર્મનમેં બાત કિજિયે….

અને મેં જર્મનીમાં વાત કરી, પણ રેકર્ડીંગ કંપની તરફથી મને જાણ કરવામાં આવી હતી કે એમનો ફોરેન સીંગરો માટેનો પ્રોગ્રામ (શીડ્યુલ એક વરસ માટે નક્કી થઇ ગયો હતો,ડેટ કાઢવી અશક્ય હતી. તેમ છતાં આવતે વષે વાત થઈ શકે એમ છે.

 જોકે એમની જર્મન કંપનીના અધિકારી  રફી સાહેબના નામથીજ નહીં પણ એમના કામથી પણ પરિચિત હતા.એમને એ પણ ખબર હતી કે રફીનાં ટાઈટલ્સ વર્લ્ડ રેકોર્ડને આરી આવીમે ઉભાં હતાં.

 

છેલ્લા ચાર પંચ વરસથી હું રફીને મળ્યો નથી.એટલે મને એની ખબર નથી કે રફી સહેબની એ ઇચ્છા પૂરી થઈ કે નહિ…

મૈં નૌશાદ સાહેબની સમક્ષ એવી ઇચ્છા વ્યકત કરી હતી કે રફી સાહેબ મારી ઉર્દૂ ગઝલો અને નઝમો ને પોતાનો કંઠ બક્ષે.મારી ઈચ્છાને નજર સામે રાખીને રફી સાહેબે મારી સોળ ઉર્દૂ ગઝલો અને નઝમો સ્વીકારી હતી.અને તે બાબતે એમને મારી પાંસેથી ઓથૉરિટી પણ લખાવી લીધી હતી.એમને મારી ચીજ ગાઇ નહિ તેથી એમને કશું ખોયું પણ  નથી. પણ મને તો લાગે છે કે , મારી ચીજોને રફીનો કંઠ ન મળી શક્યો તેને કારણે મેં તો બે હિસાબ ગુમાવ્યું છે.

દિલને બહેલાવા ખાતર હું લખવા ખાતર લખી શકું છું,હું એમની ઈચ્છા પૂરી કરી શક્યો નહિ અને એ મારી ઈચ્છા પૂરી કરી શક્યા નહિ,એ રીતે હિસાબ બરબર થઈ ગયો, સરભર થઈ ગયો…

પણ ના તેમા નુકસાન તો મારુંજ થયું છે.અને હવે તો રફી સાહેબ મારી તો શું મિર્ઝા ગાલિબની ગઝલગાઈ શકતા નથી.

…અને એનુંજ નામ મોત !

 બન્દ આંખે કરો ગલે ભી મિલો

મૌત આઇ હૈ ઝિન્દગી કે લિયે

શું કહ્યું જિંદગી કે લિયે

જી નહિ ..રફી કે લિય્ર્..

આપણે ભલે મોહંમ્મદ રફીને દફનાવી દીધા પણ એનો અવાજ કકિ દફાવી શકાશે નહીં.

 

 (આદમની આડ વાત પૃ_22) .

 

રફી સાહેબનું એક દરદ ભરેલ ગીત સાંભળી લઇએં

 http://www.youtube.com/watch?v=yGTQqfDxlEc

 રફી સાહેબ મર્હુમને એક શ્રધ્ધાંજલિ : જરૂર જુઓ.

http://www.youtube.com/watch?v=Nf7S-gTuhdc&feature=related

 http://www.youtube.com/watch?v=8mSrcFpO6tY

 

 


Responses

  1. wah…. wah….
    -jalal mastan ‘jalal’
    ahmedabad.

  2. ક્યારેય નહિં, કદાપી નહિં. રફી સાહેબ તો જીવે છે. તેમના અવાજ થીજ. તેને ક્યારેય દફનાવી શકાયજ નહિં.
    ” મેરી આવાઝ હી પહેચાન હૈ.ગર યાદ રહે.”


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers