Posted by: bazmewafa | August 12, 2008

માણસો**આદિલ મન્સૂરી

આંખોમાં ડૂબતી હતી કાળાશ રાતની.

જાંઘો ઉપર હસી ઊઠી બીમાર ચાંદની

 

 

માણસો**આદિલ મન્સૂરી

 

મોટા નગરના માણસો.

ચહેરા વગરના માણસો.

 

 

હેતુ વગરની ભીડમાં,

કારણ વગરના માણસો.

 

 

જાણેન ઓળખાતા મને

મારજ ઘરના માણસો.

 

 

અખબાર તાજું વાંચતા,

વાસી ખબરનાં માણસો.

 

  

રણ રેતમાં ડૂબી ગયા,

પાણી વગરના માણસો.

 

 

પાકી સડકની શોધમાં,

કાચી કબરના માણસો.

 

 


Leave a response

Your response:

Categories