કયામત હજી સુધી*** મરીઝ
આવી શકી ન હાથમાં કિસ્મત હજી સુધી.
છે એજ મારા યત્નની હાલત હજી સુધી.
અમૃત હતા ક્ષણિક,જગતથી વિદા થયા,
તારા નયનના એજ છે શરબત હજી સુધી.
સદીઓથી થઇ રહી છે સમીક્ષ જુદી જુદી,
સમજી નથી શકાય મહોબ્બત હજી સુધી.
દુનિયા તરફથી લાખ પ્રહારો થતા રહ્યા,
છે એ નવાઇ દિલ છે સલામત હજી સુધી.
જાણે પ્રભુ કે કોનું આ રંજન થતું હશે!
માનવીની સાથ ખેલે છે કુદરત હજી સુધી.
દુનિયાનાં પાપ શું હજી મર્યાદામાં હશે,
આવી નથી ‘મરીઝ‘કયામત હજી સુધી.
